________________
૨. આવશ્યકતાઓની વૃદ્ધિ અને પછી તેની સંતુષ્ટિ માટેનો સતત પ્રયત્ન મનુષ્યને ભૌતિકવાદી બનાવે છે.
૩. આવશ્યકતાઓની વૃદ્ધિથી સમાજમાં વર્ગ-સંઘર્ષ (Class struggle) થઈ જાય છે.
૪. આવશ્યકતાઓની વૃદ્ધિથી માણસ સ્વાર્થી બની જાય છે અને તે અધિક ધન કમાવા માટે અપ્રામાણિક સાધનોનો પ્રયોગ કરે છે. આવશ્યકતા અને સંતુષ્ટિ
અનેકાન્તની દષ્ટિએ મીમાંસા કરવાથી એવો નિષ્કર્ષ નીકળે છે કે સત્યાંશ બંનેની મધ્યમાં છે. આવશ્યકતાઓના એકદમ ઓછાપણામાં સામાજિક ઉન્નતિ નથી થતી. આ અર્થશાસ્ત્રીય દષ્ટિકોણ મિથ્યા નથી તો આવશ્યકતાઓની અત્યંત વૃદ્ધિ થવાથી દુઃખ અને કલેશ વધે છે એ દૃષ્ટિકોણ પણ મિથ્યા નથી. આ બીજા દૃષ્ટિકોણને ધર્મનું સમર્થન પણ પ્રાપ્ત છે. અર્થશાસ્ત્રનું સમર્થન એટલા માટે મળે છે કે માર્શલની રીતે અર્થશાસ્ત્ર માનવીય કલ્યાણનું શાસ્ત્ર છે અને તેનો મુખ્ય ઉદ્દેશ માનવીય કલ્યાણમાં વૃદ્ધિ કરવાનો છે. સીમિત સાધનો વડે અસીમિત આવશ્યકતાઓની સંતુષ્ટિનો માર્ગ પ્રદર્શિત કરવાનું અર્થશાસ્ત્રનું કાર્ય છે. પરંતુ જે અનુપાતમાં આવશ્યકતાઓની વૃદ્ધિ કરવામાં આવે છે તે અનુપાતમાં તેમની સંતુષ્ટિ ન કરી શકાય. મોટા ભાગના લોકો પોતાની તીવ્ર આવશ્યકતાઓ (અનિવાર્યતાઓ)ની સંતુષ્ટિ કરી શકે છે. મધ્યમ આવશ્યકતાઓ (સુવિધાઓ)ની સંતુષ્ટિ અપેક્ષાકૃત ઓછા લોકો કરી શકે છે. મન્દ આવશ્યકતાઓ (વિલાસિતાઓ)ની સંતુષ્ટિ કેટલાક જ લોકો કરી શકે છે. આવશ્યકતાવૃદ્ધિ સાથે જોડાયેલી સમસ્યાઓ
આ ક્રમની સાથે મહાવીરનો દૃષ્ટિકોણ – “લાભથી લોભ વધે છે'નું અધ્યયન કરવાથી એ ફલિત થાય છે કે આવશ્યકતાઓની વૃદ્ધિના ક્રમમાં કેટલીક આવશ્યકતાઓની સંતુષ્ટિ થઈ શકે છે, પરંતુ તેમની વૃદ્ધિ સાથે ઉદ્ભવનારાં માનસિક અસંતોષ અને અશાન્તિની ચિકિત્સા ન થઈ શકે. અર્થશાસ્ત્ર દ્વારા પ્રસ્તુત માનવની ભૌતિક કલ્યાણની વેદી પર મનુષ્યની માનસિક શાન્તિની આહુતિ ન આપી શકાય. એટલા માટે ભૌતિક કલ્યાણ અને આધ્યાત્મિક કલ્યાણની વચ્ચે
૧. અલ્લેડ માર્શલ, Principles of Economics, P. 1
જે
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૦૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org