________________
સામંજસ્ય સ્થાપવું અનિવાર્ય છે. જો મનવસમાજને માનસિક તનાવ, પાગલપણું, ક્રૂરતા, શોષણ, આક્રમણ અને ઉશ્રુંખલ પ્રવૃત્તિઓથી બચવું ગમે છે તો આ અનિવાર્યતા વધુમાં વધુ તીવ્ર બને છે. આ અનિવાર્યતાની અનુભૂતિ કરીને જ મહાવીરે સમાજની સામે “ઇચ્છા-પરિમાણનો સિદ્ધાન્ત પ્રસ્તુત કર્યો. આ આદર્શમાં અનિવાર્યતાઓ અને સુવિધાઓને છોડવાની શરત નથી અને વિલાસિતાપૂર્ણ આવશ્યક્તાઓની પરમ્પરાને ચાલુ રાખવાની સ્વીકૃતિ પણ નથી. ઉપભોગનું સમર્થન
ઇચ્છા-પરિમાણ'ના સિદ્ધાન્તની અર્થશાસ્ત્રીય આવશ્યકતા-વૃદ્ધિના સિદ્ધાન્ત કરતાં મૌલિક ભિન્નતા બે બાબતોમાં છે. પહેલી ભિન્નતા આ છે- અર્થશાસ્ત્ર વિલાસિતાઓના ઉપભોગનું સમર્થન કરે છે. તેના સમર્થનમાં નીચેની દલીલો પ્રસ્તુત કરવામાં આવી છે.
૧. વિલાસિતાના ઉપભોગથી સામાજિક તથા આર્થિક ઉન્નતિ થાય છે. ૨. કર્મશીલતાને પ્રોત્સાહન મળે છે. ૩. જીવન-સ્તર ઊંચું જાય છે. ૪. ધન સંગ્રહ થાય છે. સંકટના સમયે તે (આભૂષણ વગેરે ) સહાયક
સિદ્ધ થાય છે. ૫. કલા-કૌશલ, કારીગરી તથા ઉદ્યોગ-ધંધાને પ્રોત્સાહન મળે છે. ઉપભોગનો વિરોધ
તમામ અર્થશાસ્ત્રીઓ આ વિલાસિતાઓના ઉપભોગનું સમર્થન નથી કરતા. તેમનો દષ્ટિકોણ એ છે કે વિલાસિતાઓના ઉપભોગથી
૧. વર્ગ-વિષમતા (class inequality) વધે છે. ૨. ઉત્પાદનકાર્યો માટે મૂડી ઓછી થઈ જાય છે. ૩. નિર્ધન વર્ગ પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે. દ્વેષ તથા ધૃણાની વૃદ્ધિ થાય છે.
વિલાસિતા તરફનો આ દષ્ટિકોણ ધર્મના દ્રષ્ટિકોણથી ભિન્ન નથી, પરંતુ વિલાસિતાના સમર્થનનો અર્થશાસ્ત્રીય દષ્ટિકોણ તેનાથી સર્વથા ભિન્ન છે. નૈતિકતાનો પ્રશ્ન
બીજી ભિન્નતા એ છે કે, અર્થશાસ્ત્રના નૈતિક નિયમોની અનિવાર્યતા
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૦૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org