________________
સ્વીકૃત નધી. નૈતિક નિયમોની અવહેલના તેનો ઉદ્દેશ નથી, પરંતુ તે તેની પ્રકૃતિનો પ્રશ્ન છે. તેની પ્રકૃતિ ઉપયોગિતા છે. ઉપયોગિતાનો અર્થ છે- આવશ્યકતાને સંતુષ્ટ કરવાની ક્ષમતા. નૈતિક નિયમ પ્રમાણે દારૂ માણસ માટે લાભદાયી નથી, જેથી તે ઉપયોગી પણ નથી. તે વસ્તુ ઉપયોગી હોઈ શકે છે, જે લાભદાયી હોય, જે પ્રવૃત્તિકાળ અને પરિણામ-કાળ -બંનેમાં સુખદ ન હોય, તે લાભદાયક ન હોઈ શકે અને જે લાભદાયક ન હોઈ શકે, તે ઉપયોગી ન હોઈ શકે.
અર્થશાસ્ત્રનો મત
અર્થશાસ્ત્રમાં ઉપયોગિતાની પરિભાષા નૈતિકતાની પરિભાષાથી ભિન્ન છે. તેમાં ઉપયોગિતાની સાથે લાભદાયિકતાનો અનુબન્ધ નથી. આવશ્યકતાને સંતુષ્ટ ક૨ના૨ી વસ્તુ લાભદાયી ન હોવા છતાં તે ઉપયોગી હોઈ શકે છે. મદ્યપાન નિશ્ચિતરૂપે હાનિકારક છે, પરંતુ મદ્યમાં મદ્યપ માટે એક ઉપયોગિતા છે. મદ્યપ મદ્યની આવશ્યકતાનો અનુભવ કરે છે અને મદ્ય તેની આવશ્યકતાને સંતુષ્ટ કરે છે. પ્રો. રોબિન્સનો મત છે કે અર્થશાસ્ત્રમાં આવા અનેક વિષયોનું અધ્યયન ક૨વામાં આવે છે,જેનો માનવીય કલ્યાણથી દૂરનો પણ સમ્બન્ધ નથી હોતો. દારૂ પીવાથી મનુષ્યના કલ્યાણ અથવા સુખમાં કોઈપણ પ્રકારની વૃદ્ધિ નથી થતી, ઊલટાનું ધટાડો થવાની સંભાવના છે. છતાં મધ-ઉદ્યોગનું અર્થશાસ્ત્રમાં અધ્યયન થાય છે, કારણ કે મદ્ય-નિમાર્ણ એક આર્થિક કાર્ય છે અને અનેક વ્યક્તિ આ ઉદ્યોગથી પોતાની આજીવિકા કમાય છે. પ્રકૃતિનું અંતર છે
ધર્મશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના દષ્ટિકોણનું આ અંતર પ્રકૃતિનું અંતર છે. બંનેની પ્રકૃતિનું તુલનાત્મક અધ્યયન કરવાથી એ સ્પષ્ટ થાય છે—
૧. નૈતિક નિયમ માણસની સામે જીવનનો આદર્શ પ્રસ્તુત કરે છે. આર્થિક નિયમો માનવીય આચરણનાં આર્થિક પાસાંનું અધ્યયન કરે છે.
૨. નૈતિક નિયમોની અવહેલના કરવાથી મનુષ્યને આત્મગ્લાનિ થાય છે. આર્થિક નિયમોનું અતિક્રમણ કરવાથી આત્મગ્લાનિ નથી થતી.
૩. નૈતિક નિયમોનું પાલન કરવાથી મનુષ્યની આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. આર્થિક નિયમોનું પાલન કરવાથી આર્થિક ઉન્નતિ થાય છે. નીતિશાસ્ત્રનો અર્થશાસ્ત્ર પર પ્રભાવ
અર્થશાસ્ત્રમાં નૈતિકતા માટે સર્વથા અવકાશ નથી એવી વાત નથી.
મહાવીરનું અર્થશાસ્ત્ર ઃ ૧૦૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org