________________
ઈમાનદારી, નિષ્કપટતા વગેરે ગુણોને કાર્ય-કુશળતાનું નિર્ધારણ કરનાર તત્ત્વોના રૂપમાં સ્વીકાર કરનારા અર્થશાસ્ત્રીઓ નૈતિકતાની સર્વથા ઉપેક્ષા ન કરી શકે. અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર-આ બંને સમાજશાસ્ત્રનાં જ અંગ છે. આ બંનેમાં માનવીય વ્યવહારનું અધ્યયન કરવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં માનવીય વ્યવહારના આર્થિક પાસાનું અને નીતિશાસ્ત્રમાં તેના આદર્શાત્મક પાસાનું અધ્યયન કરવામાં આવે છે. નીતિશાસ્ત્ર આદર્શ પ્રસ્તુત કરે છે. તે આપણને બતાવે છે કે આપણું આચરણ કેવું હોવું જોઈએ. નીતિશાસ્ત્ર ઉચિત અને અનુચિતમાં ભેદ કરવાનો આદેશ આપે છે અને આપણને બતાવે છે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. અર્થશાસ્ત્રી આર્થિક નિર્ણય સંભળાવતી વખતે તથા વ્યવસ્થા આપતી વખતે નીતિશાસ્ત્રના નિર્દેશોની ઉપેક્ષા ન કરી શકે. ઉદાહરણાર્થે ડો. માર્શલ સદાચારના આધારે પોતાની “ઉત્પાદક શ્રમ”ની ધારણાથી વેશ્યાવૃત્તિને બહાર કાઢી નાખી. જેમ કે પ્રો. સૈલિગમેને (Saligman) કહ્યું- “સાચી આર્થિક ક્રિયા પરિણામતઃ સદાચારિક હોવી જોઈએ.” આ પ્રમાણે અર્થશાસ્ત્રી આર્થિક નીતિના નિર્માણમાં નીતિશાસ્ત્રની ઉપેક્ષા નથી કરી શકતા. અર્થશાસ્ત્રનો નીતિશાસ્ત્ર પર પ્રભાવ
આ રીતે અર્થશાસ્ત્રનો નીતિશાસ્ત્ર પર પણ ઘણો ઊંડો પ્રભાવ પડે છે. આર્થિક પરિસ્થિતિઓ માણસના ચરિત્ર તથા આચાર-વિચાર પર ઊંડો પ્રભાવ પાડે છે. અમુક વ્યક્તિનો આચાર કેવો હશે, તે એ વાતથી નક્કી થાય છે કે તે પોતાની આજીવિકા કેવી રીતે કમાય છે આમ અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્રને ઘનિષ્ઠ સમ્બન્ધ
છે.
મહાવીરે કહ્યું– “ઇચ્છાનું પરિમાણ ન કરનારો મનુષ્ય અધર્મથી આજીવિકા કમાય છે અને ઈચ્છાનું પરિમાણ કરનારો મનુષ્ય ધર્મથી આજીવિકા કમાય છે. અધર્મ અથવા ઈમથી આજીવિકા કમાવામાં આર્થિક પરિસ્થિતિઓ નિમિત્ત બને છે, પરંતુ તેનું ઉત્પાદન કારણ અનાસકિત તથા ધર્મશ્રદ્ધાનું તારતમ્ય છે. ઇચ્છાપરિમાણનાનિષ્કર્ષો
ઇચ્છા-પરિમાણ'ના નિષ્કર્ષ સંક્ષેપમાં આ રીતે રજૂ કરી શકાય છેઃ ૧. ન ગરીબ અને ન વિલાસિતાનું જીવન.
૨. ધન આવશ્યકતા-પૂર્તિનું સાધન છે, સાધ્ય નથી. ધન મનુષ્ય માટે છે, મનુષ્ય ધન માટે નથી.
૩. આવશ્યકતાની સંતુષ્ટિ માટે ધનનો સંગ્રહ પરંતુ બીજાને હાનિ
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૦૮
RSS
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org