________________
ઈચ્છા નૈસર્ગિક હોય છે. આવશ્યકતાઓ ભૌગોલિક પરિસ્થિતિ, સામાજિક રીતિરિવાજ, શારીરિક અપેક્ષા, પરિસ્થિતિ અને ધાર્મિક ભાવના દ્વારા નિર્ધારિત હોય છે. આર્થિક પરિસ્થિતિ દ્વારા આવશ્યકતાનું નિર્ધારણ
ગરીબ વ્યક્તિની જરૂરિયાતો સીમિત હોય છે. તે ફક્ત જીવન-રક્ષક જરૂરિયાતોને જ પૂર્ણ કરી શકે છે. ધનવાન વ્યક્તિની આવશ્યકતાઓ તેનાથી ઘણી વધારે હોય છે. તે કેવળ જીવન-રક્ષક આવશ્યકતાઓને જ પૂર્ણ નથી કરતો, વિલાસિતાયુક્ત આવશ્યકતાઓને પણ પૂર્ણ કરે છે.' ધાર્મિક ભાવના દ્વારા આવશ્યકતાનું નિર્ધારણ
ધાર્મિક વ્યક્તિની આવશ્યકતાઓ નૈતિક દષ્ટિથી પ્રભાવિત હોય છે. તે જે નૈતિક આદર્શોને માને છે, તેના આધારે પોતાની આવશ્યકતાઓનું નિર્માણ કરે છે. તેની આવશ્યકતાઓ ઘણી ઓછી અને સંતુલિત હોય છે, પરંતુ ભૌતિક મનોવૃત્તિ રાખનારી વ્યક્તિની આવશ્યકતાઓ તેની તુલનામાં ઘણી અધિક અને અનેક પ્રકારની હોય છે. લાભ : લોભ
આવશ્યકતાનો ઘડો એટલો ઊંડો છે કે તેને ક્યારેય ભરી શકાય નહિ. આ સત્યની સ્વીકૃતિ ધર્મશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર - બંનેએ કરી છે. ભગવાન મહાવીરે કહ્યું “લાભથી લોભ વધે છે. જેમ-જેમ લાભ થાય છે તેમ તેમ લોભ વધતો જાય છે.' એક જરૂરિયાત પૂરી થાય છે તો બીજી નવી જરૂરિયાત જન્મ લે છે. જરૂરિયાતની આ વિશેષતાના આધારે અશાંતિનો નિયમ નિશ્ચિત કરવામાં આવ્યો છે. જરૂરિયાતની અસીમિતતાને લીધે મનુષ્યની શાન્તિ ભંગ થાય છે. ડૉ. માર્શલનું કથન
અર્થશાસ્ત્રમાં પણ જરૂરિયાતની અપૂરણીયતાનું પ્રતિપાદન છે. ડો. માર્શલ લખ્યું છે – “મનુષ્યની જરૂરિયાતો અને ઈચ્છાઓ અસંખ્ય અને અનેક પ્રકારની હોય છે.” * જે માણસ એક જરૂરિયાતને પૂરી કરે છે તો બીજી નવી જરૂરિયાત સામે ઊભી થઈ જાય છે. તે જીવનપર્યત પોતાની તમામ જરૂરિયાતોની પૂર્તિ નથી કરી. શકતો. અર્થશાસ્ત્રીઓએ જરૂરિયાતની આ વિશેષતાના આધારે “પ્રગતિનો નિયમ (Law of progress) સ્થાપિત કર્યો છે. તેમનો મત છે કે અસીમિત જરૂરિયાતોના *. Principles of Economics p.73
--
-
-
-
-
-
-
-
-
-
-
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૯૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org