________________
પ્રાચીન અર્થશાસ્ત્ર પણ ઇન્દ્રિયતૃપ્તિની વાતને સમર્થન આપ્યું છે, પરંતુ એ નિર્દેશ પણ આપ્યો કે ઈન્દ્રિયતૃપ્તિ કરો, સાથેસાથે ઈન્દ્રિયસંયમ પણ કરો. ચાણક્યે રાજા અને શાસક માટે કહ્યું - રાજાએ ઈન્દ્રિયજયી હોવું જોઈએ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષ્યા આ જે છ શત્રુઓ છે તેનાથી રાજાએ વિજયી બનવું જોઈએ. એક સામાજિક પ્રાણી માટે ઈન્દ્રિયતૃપ્તિ આવશ્યક છે, તો ઈન્દ્રિયોનો સંયમ પણ આવશ્યક છે. આ સીમા-વિવેકનું સૂત્ર છે. ઈન્દ્રિયતૃપ્તિ કરો, કિન્તુ એક સીમામાં જ ઉપભોગ કરો, કિન્તુ એક સીમાની સાથે. તે પછી સંયમ કરો. જો આમ હોય તો આ સંયમનું અર્થશાસ્ત્ર બનશે અને જે સંયમનું અર્થશાસ્ત્ર બનશે તે અહિંસાનું અર્થશાસ્ત્ર બનશે, શાન્તિનું અર્થશાસ્ત્ર થશે. વર્તમાન દૃષ્ટિકોણનું પરિણામ
વર્તમાનનો એક દૃષ્ટિકોણ રહ્યો– આપણે નૈતિકતા ઉપર અત્યારે વિચાર નહિ કરીએ, સંયમ પર વિચાર નહિ કરીએ, અહિંસા અને શાંતિ પર વિચાર નહિ કરીએ.જ્યારે સમય આવશે ત્યારે કરીશું. આનો અર્થ છે જ્યાં સુધી સમય ન આવે, ત્યાં સુધી સમાજ અસંયમનું પરિણામ ભોગવતો રહેશે. આજે પરિણામ આપણી સમક્ષ મુરિત થઈ રહ્યું છે. ઉત્પાદનના વિષયમાં મહાવીરે આપણને જે વિવેક આપ્યો, જે આચારસંહિતા આપી, તેનાથી અર્થશાસ્ત્રના પણ મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતો ફલિત થાય છે. જો તેનું અનુશીલન ક૨વામાં આવે, પ્રયોગ કરવામાં આવે તો વર્તમાન સમાજ અનેક વિકૃતિઓથી બચી શકે. વિતરણનો સિદ્ધાન્ત
બીજો છે વિતરણનો સિદ્ધાન્ત. વસ્તી વધી અને સાધનો ઓછાં થયાં. સાધનો ઉપર રાજ્યનું નિયંત્રણ વધ્યું. વિતરણની સમસ્યા ઊભી થઈ ગઈ. એ સૂર પ્રખર બન્યો કે વિત૨ણ સરખું હોવું જોઈએ. મહાવીરના સમયમાં વિતરણ કોઈ સમસ્યા નહોતી. કારણ કે વસ્તી પણ ઓછી હતી, પ્રાથમિક આવશ્યકતાઓનાં સાધનો પણ ઉપલબ્ધ હતાં અને અપેક્ષાઓ પણ ઓછી હતી. આજે જાહેરાતોએ આવશ્યકતાઓને ખૂબ વેગ આપ્યો છે. તે યુગમાં આવાગમન અને પ્રવાસનાં એટલાં સાધનો પણ નહોતાં. ચોવીસ કોસ દૂરની વાતને પહોંચવામાં પણ ખૂબ સમય લાગતો હતો. આજનાં સંચારસાધનો અને જાહેરાતોએ એટલી કુત્રિમ આવશ્યકતાઓ ઉત્પન્ન કરી દીધી છે કે આજના સમયની અને તે સમયની કોઈ તુલના જ નથી કરી શકાતી. તે સમયે દરેક ગામ પોતાની આવશ્યકતાઓની ચીજો ઉત્પન્ન કરતું અને તેનો ઉપભોગ કરતું. વિતરણની સમસ્યાનો કોઈ પ્રશ્ન જ નહોતો.
Jain Educationa International
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૪૧
:
For Personal and Private Use Only
www.jainelibrary.org