________________
વ્યસની વ્યક્તિ તેના અભાવમાં કેવી રીતે તરફડે છે, તે કેવળ એ જ જાણી શકે છે. તે એ વખતે મરણાંતક કષ્ટ વેઠે છે.
મહાવીરે કહ્યું, ઉત્પાદનની પણ સીમા રાખો. પ્રત્યેક વસ્તુનું ઉત્પાદન ન થાય. માદક વસ્તુઓનું ઉત્પાદન ન થાય અને સેવન પણ ન થાય. જે પાપ કર્મોપદેશ છે, પાપકર્મનું કારણ છે, તેનું પણ વર્જન થવું જોઈએ. આર્થિક વ્યવસાયની દૃષ્ટિથી જે સૂત્ર તેમણે આપ્યું, તે અહિંસા અને શાન્તિની દષ્ટિએ અતિ મહત્ત્વપૂર્ણ છે. વ્યવસાયશુદ્ધિનાં સૂત્રો
મહાવીરે વ્યવસાય માટે સાધન-શુદ્ધિનાં અનેક સૂત્રો આપ્યાં– D ખોટું તોલ-માપ ન કરો.
વસ્તુ બતાવો કંઈક અને આપો કંઈક એવું ન કરો. T કોઈની ધરોહરની ઉઠાંતરી ન કરો.
ઉપાસક દશા સૂત્રના ટીકાકાર અભયદેવસૂરિએ લખ્યું, “તે સમયે ભેળસેળ ખૂબ ચાલતી હતી, લાંચ-રુશવત પણ ખૂબ જ ચાલતી હતી.” માનવનો આ સ્વભાવ હંમેશાં રહ્યો છે, ધન પ્રત્યેની તેની લાસા દરેક યુગમાં દરવખતે રહી છે. ભેળસેળ પણ તે સમયે વિવિધ પ્રકારે ચાલતી હતી અને લાંચ પણ ખૂબ ચાલતી હતી. ચાણક્યનું કથન
ચાણક્ય લખ્યું છે–પાણીમાં તરતી માછલી સંભવ છે કે આકાશમાં ઊડવા લાગે, પરંતુ રાજ્યકર્મચારી લાંચ ન લે, તે સંભવ નથી. મનુષ્યના સ્વભાવનું હંમેશાં એક રૂપ રહ્યું છે. અર્થ તરફની લાલસા, સુવિધા અને ઇન્દ્રિયોનું સુખ–આ હંમેશાં કામ્ય રહ્યાં છે. અને જ્યારથી તેમને બૌદ્ધિકવાદી સમર્થન મળ્યું છે, ત્યારથી અધિકાધિક ઉચ્છંખલતા આવી ગઈ છે. સમાજવાદનો આધાર પણ ભૌતિકવાદ છે અને મૂડીવાદનો આધાર પણ ભૌતિકવાદ છે. જ્યાં કેવળ ભૌતિકવાદ છે, ત્યાં અર્થ, સુવિધા અને ઇન્દ્રિયસુખને જ પ્રધાનતા મળશે, એટલા માટે આ ઉશૃંખલતાથી આપણને કોઈ આશ્ચર્ય નથી. સંયમ અને તૃપ્તિનો પ્રશ્ન
મનુષ્ય સમક્ષ હંમેશાં બે માર્ગ રહ્યા છે–
ઈન્દ્રિયસંયમનો ઈન્દ્રિયતૃપ્તિનો
S
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૪૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org