________________
આકાશ-પાતાળનું અંતર
આપણે સમગ્ર વિશ્વની આર્થિક મીમાંસા કરીએ. સમગ્ર જગતમાં શસ્ત્ર-નિર્માણ પર થઈ રહેલા ખર્ચને જોઈને દંગ થઈ જવાશે. હિન્દુસ્તાનની સૌથી અનિવાર્ય આવશ્યકતા છે શિક્ષણ, જેનાથી વ્યક્તિત્વનું, જીવનનું નિર્માણ થાય છે. શિક્ષણ અને સુરક્ષા માટે થઈ રહેલા ખર્ચની તુલના કરીએ તો આકાશ-પાતાળ જેટલો તફાવત જોવા મળશે. શિક્ષણ પર માંડ બે-ત્રણ ટકા ખર્ચ થાય છે અને સુરક્ષા માટે ભારે-ધરખમ બજેટ બને છે. સંપૂર્ણ વિશ્વના સંદર્ભમાં જોઈએ તો અડધાથી પણ વધારે મૂડી સુરક્ષા માટે ખર્ચાઈ રહી છે. જો આ મૂડી ગરીબીના ઉમૂલન અને શાન્તિની સ્થાપના માટે વપરાય તો સમાધાન મળી જાય, પરંતુ આ પ્રમાણે તેઓ થવા દેશે નહીં, જેઓ શસ્ત્ર-ઉદ્યોગના સ્વામી બનીને બેઠા છે. ઉત્પાદનનો વિવેક
અર્થશાસ્ત્રીય દૃષ્ટિકોણમાં એક વિરોધાભાસ આવી ગયો. ઉત્પાદન શાનું થવું જોઈએ, તે વિવેક જ સમાપ્ત થઈ ગયો. માદક વસ્તુઓનું કેટલું ઉત્પાદન થાય છે ! દારૂનો કેટલો મોટો ઉદ્યોગ છે ! અફીણ, ચરસ, હેરોઈન વગેરે ડ્રગ્સની વાત જવા દો. પાઉચ પેકમાં ઉપલબ્ધ જર્દા અને પાનમસાલાઓનો જ કરોડોનો કારોબાર થઈ રહ્યો છે ! આ બધું શા માટે થઈ રહ્યું છે ? તમાકુ ન હોય તો જર્દા ક્યાંથી આવે, અફીણ ન હોય તો હેરોઈન ક્યાંથી આવે ? ઉત્પાદનની એક સીમા હોવી જોઈએ, એક વિવેક હોવો જોઈએ. કઈ વસ્તુનું ઉત્પાદન વધારવું ? જે જીવનની પ્રાથમિક અનિવાર્યતા નથી તેનું ઉત્પાદન કાં તો વિલાસિતા તરફ લઈ જાય છે અથવા માદકતા તરફ. આખરે એ વસ્તુઓનું ઉત્પાદન શા માટે કરવું, જે માણસ માટે ચોતરફથી હાનિકારક છે? ચેતના પર કબજો
આજે ફક્ત આર્થિક લાભ માટે કરવામાં આવી રહેલાં હાનિકારક ઉત્પાદનનોએ સમગ્ર વિશ્વની સમક્ષ ભયંકર સંકટ ઊભું કર્યું છે. ભારત સહિત દુનિયાનાં તમામ રાષ્ટ્ર માદક પદાર્થોની ચોરીમાં મૂકી રહ્યાં છે. શસ્ત્રોના ઉદ્યોગપતિઓએ જેવી રીતે બજાર ઉપર પોતાનો કબજો કરી રાખ્યો છે તેવી રીતે માદક વસ્તુઓના વિક્રેતાઓએ પણ બજાર પર કબજો કરી રાખ્યો છે. કેવળ બજાર પર જ નહીં, મનુષ્યની ચેતના પર પણ કબજો કરી રાખ્યો છે. માદક વસ્તુઓની
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૩૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org