________________
અને પોતાના હાથમાં તેને વધુ પડતા કેન્દ્રિત ન કરો. મહાવીરનો એક શ્રાવક હતો—ઉદ્દાલપુત્ર. જાતિનો કુંભાર હતો. તેની પાંચસો દુકાનો હતી. તેના સેંકડો સેંકડો ચાકડા ચાલતા હતા. કુંભારના વ્યવસાયનો તે મોટો ઉદ્યોગપતિ હતો. ઉદ્દાલપુત્રે મહાવીરના સીમાકરણ વ્રતનો સ્વીકાર કર્યો હતો.
સીમાકરણનો અર્થ
અસીમ અને સસીમ–આ બે શબ્દ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અસીમનો અર્થ છે હિંસા તરફ પ્રયાણ કરવું. સીમાકરણનો અર્થ છે શાન્તિ તરફ પ્રયાણ કરવું. એક યોગ્ય માણસ જેનામાં વ્યાવસાયિક ક્ષમતા છે, બૌદ્ધિક ક્ષમતા છે, તે માણસ પોતાની વ્યાવસાયિક ક્ષમતા દ્વારા એટલું અર્જિત કરી લે છે કે હજારો-લાખોના માટે એક ખાડો બની જાય છે. તેના માટે સીમા કંઈ નથી. છેવટે સમૃદ્ધિ વધે તો કેટલી વધે ? આ પ્રશ્નના સંદર્ભમાં કહેવામાં આવ્યું–પર્યાપ્ત સમૃદ્ધિ હોવી જોઈએ કિન્તુ પર્યાપ્તની કોઈક સીમા તો હોય ને ! અપર્યાપ્ત ક્યાં સુધી હશે ? એક માણસ માટે એક નહીં, દસ મકાન પણ અપર્યાપ્ત છે. કલકત્તામાં પણ એક કોઠી જોઈએ. મુંબઈ, દિલ્હી, અને મદ્રાસમાં પણ એક એક ભવ્ય કોઠી જોઈએ. જ્યાં જાય, ત્યાં તેના માટે પોતાનું એક ઘર હોય. ક્યાં ક્યાં બંગલાઓ બનાવતો રહેશે ? ક્યાંક કોઈ સીમા તો નિર્ધારિત કરવી પડશે. અર્થનો સંગ્રહ આટલો અસીમ બની જશે તો પછી તેનું પરિણામ શું આવશે, તે વિચારી પણ ન શકાય. આધુનિક અર્થશાસ્ત્રની સમસ્યા
સાધન-શુદ્ધિનો વિચાર ન કરવો તે આધુનિક અર્થશાસ્ત્રની સૌથી મોટી સમસ્યા છે. તેના વગર આપણે અહિંસા અને શાંતિની વાત વિચારી શકીશું નહીં. વર્તમાનમાં થઈ રહેલાં યુદ્ધોની પાછળ શું આ અસીમવાળી વાત નથી ? કારણ શોધવામાં આવે તો ચોક્કસ તેની સચ્ચાઈનો ખ્યાલ આવી જાય. અસ્ત્રો-શસ્ત્રોનાં મોટાં-મોટાં કારખાનાં છે. શસ્ત્ર-ઉદ્યોગે આજે સમગ્ર સંસારમાં પોતાનું પ્રભુત્વ સ્થાપી દીધું છે. જ્યારે યુદ્ધો બંધ થાય છે, શાન્તિ સ્થાપિત થાય છે. શસ્ત્રોનાં નિર્માતા શક્તિશાળી રાષ્ટ્રો વિશ્વના કોઈ ને કોઈ ખૂણામાં યુદ્ધની ચિનગારી સળગાવી દે છે. ઉદ્દેશ છે ફક્ત પોતાનાં હથિયારોનું વેચાણ. તબાહી ઊંભી કરનારા આ ઉદ્યોગો શાંતિકાળમાં પોતે જ તબાહ થઈ જાય છે. શસ્ત્રનો ઉદ્યોગ એક રીતે યુદ્ધને શરૂ કરવાનો આધાર છે. અરબો-ખરવો ડૉલરથી ચાલી રહેલા આ ઉદ્યોગો હિંસાના પાયા પર ઊભા છે.
Jain Educationa International
મહાવીરનું અર્થશાસ્ત્ર ઃ ૩૮
For Personal and Private Use Only
www.jainelibrary.org