________________
શોષણની જે વાત કહેવામાં આવી છે, તેનું એક રૂપ છે ખુલ્લું બજાર. આ ફ્રી માર્કેટ આજે શોષણનો અડ્ડો બની ગયું છે. શસ્ત્રોનું પણ ખુલ્લું બજાર છે, જ્યાંથી જોઈએ, ત્યાંથી શસ્ત્ર ખરીદી લો. લાયસન્સ પ્રણાલી કારગત નથી નીવડી. કેટલાંક રાષ્ટ્રોમાં તો લાયસન્સની જરૂર પણ નથી. આ શસ્ત્રનિર્માણ અને શસ્ત્રવિક્રય વ્રતી સમાજનો સભ્ય હોય તે ન કરી શકે.
સંયોજન ન કરો
બીજો નિર્દેશ છે શસ્ત્રોના વિવિધ ભાગોનું સંયોજન કરવું. વ્રતી સમાજનો સભ્ય શસ્ત્રોના ભાગોની આયાત-નિકાસ ન કરે, તેને જોડીને તૈયાર પણ ન કરે. પ્રશિક્ષણ ન આપો
ત્રીજો નિર્દેશ છે—પાપકર્મનો ઉપદેશ ન આપવો. હિંસાનું, યુદ્ધનું પ્રશિક્ષણ આપવું તે પણ એક વ્રતી માટે વર્જિત હતું. આજની સ્થિતિ જુઓ. હિંસાનું પ્રશિક્ષણ આપવા માટે એવી સ્કૂલો ખોલવામાં આવી છે, જ્યાં આતંકવાદનું પ્રશિક્ષણ આપવામાં આવે છે, તેની સૂક્ષ્મ તાલીમ આપવામાં આવે છે. કેવા આતંક દ્વારા સંપૂર્ણ સમાજ અને રાષ્ટ્રને ભયભીત કરી શકાય, તેની તાલીમ આપવામાં આવે છે. આ સંદર્ભમાં મહાવીરે વ્રતી સમાજ માટે જે વિધાન કર્યું, તે અહિંસા અને શાંતિના અર્થશાસ્ત્રની દૃષ્ટિએ અતિમહત્ત્વપૂર્ણ છે.
કર્માદાન
ઉદ્યોગના સંદર્ભમાં પણ મહાવીરે કેટલાંક સૂત્ર આપ્યાં છે. ગાંધીજીએ મોટા ઉદ્યોગોનો વિરોધ કર્યો. મહાવીરે અલ્પેચ્છા અને અલ્પારંભ અર્થાત્ વિકેન્દ્રિત નીતિનું સૂત્ર આપ્યું. કેન્દ્રીકરણના વિષયમાં મહાવીરે કહ્યું—તે હિંસાને વધારે છે. તે સમયે જે ઉદ્યોગો હતા, તેમનું વર્ગીકરણ થયું. તેને વ્રતની આચાર-સંહિતામાં કર્માદાન કહેવામાં આવ્યું. પંદર કર્માદાનો બતાવવામાં આવ્યાં છે. વ્રતી સમાજના સભ્ય માટે, શ્રાવક માટે પંદર કર્માદાનનો નિષેધ ક૨વામાં આવ્યો, સીમાકરણની વાત કહેવામાં આવી. તેમના તે સમયનો એક ઉદ્યોગ હતો,−ëજ્ઞાનજમ્મૂ-કોલસાનો ઉદ્યોગ. એક હતો—વળને ઈંધણનો ઉદ્યોગ. એક ઉદ્યોગ હતો, જંગલો બાળવાં. એક ઉદ્યોગ હતો ખેતીની જમીનને વધારવા માટે તળાવ વગેરેને સુકવવાં. તે સમયે આવા કેટલાક ઉદ્યોગો ચાલતા હતા.
મહાવીરે કહ્યું, એની પણ સીમા રાખો, નિરંકુશ રીતે ઉદ્યોગોને વિસ્તારો નહિ
Jain Educationa International
મહાવીરનું અર્થશાસ્ત્ર ઃ ૩૭
:
For Personal and Private Use Only
www.jainelibrary.org