________________
યાંત્રિક રૂપ ન હોવું જોઈએ. તે વિવેક પર નિર્ભર રહેવું જોઈએ. જેટલું કામ તેટલું
દામ.
સંયમને જોડો
મહાવીરે સૂત્ર આપ્યું—શ્રમ અને અર્થની વચ્ચે સંયમ જોડો. કેવળ શ્રમ અને અર્થ જ નહીં, વચ્ચે સંયમ પણ રહે. શ્રમનું પણ શોષણ ન થાય, આજીવિકાનો પણ વિચ્છેદ ન થાય. કલ્પના કરો—એક માણસ સમર્થ છે, તે વધારે કામ કરી લે છે. એક માણસ કમજોર છે, જે તેટલું કામ નથી કરી શકતો. પરંતુ ખોરાક તો બંનેને જોઈએ. જો શ્રમના આધાર પર જ તેમને મૂલ્ય આપવામાં આવશે તો આજીવિકાનો વિચ્છેદ થઈ જશે, શોષણ થશે, જે પ્રાથમિક અનિવાર્યતાઓ, આવશ્યકતાઓ છે, તેની પૂર્તિ થવી જોઈએ. મહાવીરે ખૂબ જ મહત્ત્વપૂર્ણ શબ્દને પસંદ કર્યો—ભક્તપાન વિચ્છેદ-ખોરાક-પાણીની ઊણપ ન હોય, તેનો વિચ્છેદ ન થાય.
ત્રણ નિર્દેશ
ઉત્પાદનમાં ઘણીબધી વસ્તુઓ સમાવિષ્ટ છે. આધુનિક અર્થશાસ્ત્રીઓએ ઉત્પાદનમાંથી કેટલાક કા૨કો દૂર કર્યા છે. ડૉ. શેઠ અને ડૉ. માર્શલે વેશ્યાવૃત્તિને ઉત્પાદનથી અલગ પાડી છે. તેને ઉત્પાદક શ્રમ માન્યો નથી. તેમણે એના ઉપર નૈતિકતાની દૃષ્ટિથી વિચાર કર્યો. મહાવીર અને ગાંધીજીની દૃષ્ટિથી વિચાર કરીએ તો અન્ય ઘણીબધી બાબતો ઉત્પાદનમાંથી દૂર થઈ જાય. મહાવીરે ઉત્પાદનના સંદર્ભમાં ત્રણ નિર્દેશ આપ્યા—
[] હિંસખયાળે - હિંસક શસ્ત્રોનું નિર્માણ ન કરવું.
-
D બસંનુત્તાહિરો- શસ્ત્રોનું સંયોજન ના કરવું.
D અપાવામોવવેશે - પાપ-કર્મનું, હિંસાનું પ્રશિક્ષણ ન આપવું.
આ ત્રણ નિર્દેશ અર્થશાસ્ત્રની દૃષ્ટિએ અતિમહત્ત્વપૂર્ણ છે. શસ્ત્રનું નિર્માણ ન કરીએ
હિંસક શસ્ત્રોનું નિર્માણ ઉત્પાદનની યાદીમાંથી ટળી જવું જોઈએ. વ્રતી સમાજ માટે તો એ અનિવાર્ય હતું કે તે શસ્ત્રાત્પાદન ન કરી શકે. તે કેવળ નિર્માણ જ નહીં, હિંસક શસ્રોનો વિક્રય પણ કરી શકતો નહોતો. આજે તો તે ખૂબ મોટો વ્યવસાય બની ગયો છે. અરબો-ખરવો ડૉલરનાં અસ્ત્રો-શસ્ત્રોનો ક્રય-વિક્રય થઈ રહ્યો છે. તેના નિર્માણમાં જોરદાર પ્રતિસ્પર્ધા ચાલી રહી છે. આધુનિક અર્થશાસ્ત્રમાં
Jain Educationa International
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૩૬
For Personal and Private Use Only
www.jainelibrary.org