________________
સાધન શુદ્ધિનાં સૂત્ર
મહાવીરે ઉત્પાદનમાં સાધન-શુદ્ધિ માટે પાંચ સૂત્રો આપ્યાં—
] બંધ ન કરવો
D વધ ન કરવો
I છવિચ્છેદ ન કરવો
D અતિભાર ન લાદવો
] ભક્તિપાનનો વિચ્છેદ ન કરવો
તેમણે જે વ્રતી સમાજનું નિર્માણ કર્યું, તેના માટે આ પાંચ વિધાન કર્યાં—
I ખેતીનો ધંધો કરો છો તો બંધનો પ્રયોગ ન કરશો. બાંધીને ન રાખો, ના પશુઓને બાંધો, ના મનુષ્યોને બાંધો.
I વધ કરશો નહિ. માર-પીટ કરશો નહિ, કોઈને સતાવશો નહિ.
I છવિચ્છેદ કરશો નહિ. તે યુગમાં અંગભંગ કરવાનો દંડ પણ વિધાનમાં હતો. દાસ પ્રથાનો યુગ હતો. અંગભંગ કરવાની સજા પણ કરવામાં આવતી હતી. શિક્ષા તરીકે હાથ કાપી નાખવામાં આવતા હતા, પગ કાપી નાખતા હતા, શરીરનાં બીજા અવયવો કાપી નાખવામાં આવતા હતા. મહાવીરે કહ્યું, અંગ-ભંગ કરશો નહિ.
– અતિભાર લાદશો નહિ, માણસ પર પણ નહિ અને પશુઓ ૫૨ પણ
નહિ.
D આજીવિકાનો વિચ્છેદ ન કરશો, કોઈનું શોષણ ન કરશો. એવું ન બને કે મહેનત વધારે કરનારને વેતન ઓછું મળે.
શ્રમ અને અર્થ
ઉત્પાદનનો શ્રમ અર્થની સાથે ચાલે છે. શ્રમનું મૂલ્ય શું છે ? એક માણસ મહેનત કરે છે, તેના ફળસ્વરૂપે તેને શું મળે છે ? મહાવીરના સમયથી સામ્યવાદ અને ગાંધીજીના સમય સુધી તેના પર ખૂબ વિચાર કરવામાં આવ્યો છે—કેટલો શ્રમ અને કેટલો અર્થ. આ સંદર્ભમાં સામ્યવાદનો સિદ્ધાન્ત છે—યોગ્યતાને અનુરૂપ કાર્ય અને કાર્યને અનુરૂપ આજીવિકા અથવા દામ. ગાંધીજીએ તેમાં કંઈક સંશોધન કર્યું. તેમણે કહ્યું, આવશ્યકતાની કોઈ એક પરિભાષા ન હોઈ શકે જેથી તેનું કોઈ એક
Jain Educationa International
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૩૫
For Personal and Private Use Only
www.jainelibrary.org