________________
સુખવાદની અવધારણા
હવે આપણે મહાવીર તરફ જઈએ. મહાવીરની સામે પ્રશ્ન હતો સંયમનો, શાંતિ અને અહિંસાનો. જ્યાં સંયમ અને શાંતિ છે, ત્યાં અહિંસા છે. અર્થશાસ્ત્રમાં મુખ્ય પ્રશ્ન રહે છે સંતુષ્ટિનો. જનતાને આવશ્યકતાઓની સંતુષ્ટિ મળે. સંતુષ્ટિ અને સુખ–આ અર્થશાસ્ત્રનાં મુખ્ય ધ્યેય રહ્યાં છે. સુખવાદ દાર્શનિક અવધારણા રહી છે. પશ્ચિમમાં સુખવાદી દૃષ્ટિકોણ પર વ્યાપક વિચાર થયો છે. ભારતમાં પણ આ દષ્ટિકોણ રહ્યો છે, પરંતુ તેની સાથે એક અન્ય દષ્ટિકોણ પણ રહ્યો છે, તે છે દુઃખવાદનો. સુખ મળે છે, પણ જેવી-તેવી રીતે મળતું નથી. મહાવીરનો દૃષ્ટિકોણ
મહાવીરની સમક્ષ સંતુષ્ટિ અને સુખનો પ્રશ્ન ગૌણ હતો, શાંતિનો પ્રશ્ન મુખ્ય હતો. જ્યારે શાંતિનો પ્રશ્ન મુખ્ય હોય છે ત્યારે દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. જ્યાં શાંતિનો પ્રશ્ન છે, ત્યાં સાધન-શુદ્ધિનો વિચાર મુખ્ય હશે.
મહાવીરે ગૃહસ્થ માટે અર્થજનનો નિષેધ નથી કર્યો. તે પોતે જ અપરિગ્રહી હતા, પરંતુ તેમણે ગૃહસ્થ માટે અપરિગ્રહનું વિધાન નથી કર્યું. તે શક્ય પણ નહોતું. કોઈ પણ ધર્માચાર્ય અશક્ય વાત કેવી રીતે કરી શકે ? તેમણે અનેકાન્તવાદની દષ્ટિથી મધ્યમમાર્ગ બતાવ્યો-ગૃહસ્થ અપરિગ્રહી ન થઈ શકે, છતાં તેણે ઇચ્છાનું પરિમાણ કરવું જોઈએ, અથજનમાં સાધન-શુદ્ધિનો વિચાર કરવો જોઈએ. અર્થશાસ્ત્રના ત્રણ ઘટક
અર્થશાસ્ત્રમાં ત્રણ બાબતો પર મુખ્યત્વે વિચાર કરવામાં આવે છે| ઉત્પાદન || વિતરણ
ઉપભોગ
મહાવીરના સમયમાં ઉત્પાદનનો મુખ્ય સ્રોત હતો ખેતી. તે યુગ ખેતીનો યુગ હતો. તે વખતે ઉદ્યોગ નહોતા. મુખ્ય વ્યવસાય ખેતીનો હતો વ્યવસાય. ખેતીના સંદર્ભમાં તેમણે ગૃહસ્થને જે માર્ગદર્શન આપ્યું, તે આ છે–ખેતીમાં પણ સાધનશુદ્ધિનો વિચાર કરો.
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૩૪
મહાવીરનું અથ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org