________________
નૈતિક્તાનો પ્રશ્ન પણ મુખ્ય નથી. ડૉ. માર્શલ વગેરે ઉત્તરવર્તી (પછીના) અર્થશાસ્ત્રીઓએ સ્વીકાર્યું છે કે, પરિણામમાં નૈતિકતા આવવી જોઈએ, પરંતુ નૈતિકતા તેમાં અનિવાર્ય નથી. કેનિજે કહ્યું, “જ્યારે આપણે આર્થિક દ્રષ્ટિએ સમ્પન્ન થઈ જઈશું ત્યારે નૈતિકતા પર વિચાર કરવાનું આવશે. અત્યારે તેના માટે ઉચિત સમય નથી. અત્યારે જે ખોટું છે, તે પણ આપણા માટે ઉપયોગી છે.' અર્થશાસ્ત્ર ઉપયોગિતાના આધારે ચાલે છે, માટે તેમાં ખોટું કશું જ નથી. જે ઉપયોગી છે તે સાચું છે, તે આપણા માટે વાંછનીય છે. ગાંઘીનો દૃષ્ટિકોણ
આ દૃષ્ટિકોણ આજના અર્થશાસ્ત્રનો છે. પ્રશ્ન છે–મહાવીરનો દૃષ્ટિકોણ કેવો રહ્યો ? મહાવીર પહેલાં ગાંધીના દૃષ્ટિકોણની ચર્ચા કરીએ. મહાત્મા ગાંધીએ સામ્યવાદનાં થોડાંક પાસાંઓનો વિરોધ કર્યો. તેમણે કહ્યું – “સત્તાનું કેન્દ્રીકરણ અને ધન () નું કેન્દ્રીકરણ હિંસાને વધારનારું છે. જ્યાં જ્યાં સત્તા કેન્દ્રિત હોય છે, ધન કેન્દ્રિત હોય છે, ત્યાં ત્યાં સમસ્યાઓ વધે છે.” ગાંધીની આ વાત અક્ષરશઃ સત્ય સિદ્ધ થઈ, જ્યાં પણ સત્તા અને ધનનું કેન્દ્રીકરણ થયું, ત્યાં હિંસા વધી. ગાંધીએ એક અન્ય માર્મિક વાત કહી– હિંસાના પાયા ઉપર ઊભેલું કોઈપણ શાસન ટકી શકે નહીં, સામ્યવાદ પણ ટકશે નહીં. ગાંધીજીએ દશકાઓ પહેલાં કરેલી ભવિષ્યવાણી સાચી ઠરી. હિંસાના આધારે કોઈપણ વસ્તુ સ્થાયી નથી થઈ શકતી. આ આધારે તેમણે ઉદ્યોગવાદનો વિરોધ કર્યો. ઉદ્યોગવાદનું પરિણામ
ઉદ્યોગવાદ આર્થિક ગુલામીનું જ રૂપાંતર છે, તેનો પર્યાય છે. જેમ-જેમ ઉદ્યોગ કેન્દ્રિત થશે, તેમ તેમ આર્થિક ગુલામીની સ્થિતિ અવશ્ય ઊભી થશે. પરિણામે શોષણ થશે. શોષણ કેવળ સમાજનું નહિ થાય, એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રનું પણ શોષણ કરશે. જે રાષ્ટ્રની પાસે ઔદ્યોગિક ક્ષમતા વધશે, તે આ ક્ષમતાનો ઉપયોગ બીજા રાષ્ટ્રના શોષણમાં કરશે.
ઉદ્યોગવાદમાં બે બાબતો સાથે સાથે ચાલે છે–ક્ષમતા અને ક્ષમતા દ્વારા શોષણ તથા હિંસા. જ્યાં ઉદ્યોગવાદને ખુલ્લી જગ્યા મળે છે, ત્યાં યુદ્ધની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. મહાત્મા ગાંધીએ ઉદ્યોગવાદના વિરોધમાં વિકેન્દ્રિત ઉદ્યોગની વાત કહી, કેન્દ્રીકૃત મૂડીના પ્રતિપક્ષમાં વિકેન્દ્રિત મૂડી અને ટ્રસ્ટીશિપની વાત કહી. આનો અર્થ છે–ગાંધીજીએ અહિંસા અને શાંતિને સામે રાખીને પોતાના અર્થશાસ્ત્રીય સિદ્ધાન્તોનું પ્રતિપાદન કર્યું.
-
-
-
-
-
-
-
-
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૩૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org