________________
અહિંસા અને શાન્તિનું અર્થશાસ્ત્ર
આધુનિક અર્થશાસ્ત્રનો ઉદ્દેશ શાંતિ નથી અને અહિંસા પણ નથી. તેનો ઉદ્દેશ છે આર્થિક સમૃદ્ધિ. પ્રત્યેક મનુષ્ય ધનવાન બને, કોઈ ગરીબ રહે નહીં, મનુષ્યની પ્રાથમિક આવશ્યકતાઓ પૂરી થાય. એટલું જ નહિ, તે સાધનસમ્પન્ન બને. આર્થિક સમૃદ્ધિ માટે સાધનના રૂપમાં લોભ, ઈચ્છા, આવશ્યકતા અને ઉત્પાદન વધારવાની વાત પણ સ્વીકાર્ય છે. કમ્યુનિઝમનો ઉદ્દેશ
કમ્યુનિઝમનનો ઉદ્દેશ છે સત્તાને હાથમાં લેવી. જે નિમ્ન વર્ગ છે, નીચલો અથવા મજૂર વર્ગ છે, તેના હાથમાં સત્તા આવે. પરંતુ કેવી રીતે આવે, તેનો કોઈ વિચાર નથી રહ્યો, સાધન-શુદ્ધિની કોઈ અનિવાર્યતા નથી રહી. જે સારાં સાધનથી આવે તો સારી વાત, પરંતુ સારાં સાધનથી ન આવે તો ગમે તે રીતે પણ સત્તા પર કબજે કરે. અર્થશાસ્ત્રમાં પણ આ જ વાત છે. આર્થિક સમૃદ્ધિ વધવી જોઈએ. તેના માટે લોભ અને સ્પર્ધા અનિવાર્ય માનવામાં આવ્યાં છે. જેટલો લોભ વધશે, અનિવાર્યતા વધશે, તેટલું ઉત્પાદન વધશે. આર્થિક વિકાસ થશે. જેટલી સ્પર્ધા થશે, તેટલો આર્થિક વિકાસ આગળ વધશે. આ પરિસ્થિતિમાં શાંતિ અને અહિંસાની વાત ગૌણ બની જાય છે. અર્થશાસ્ત્રનો ઉદ્દેશ
એ સ્વીકારવું જોઈએ કે અર્થશાસ્ત્રની સામે શાંતિનો પ્રશ્ન મુખ્ય નથી.
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૩૨
-
-
-
-
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org