________________
જાય છે તો ત્યાંના લોકો આ જોઈને આશ્ચર્ય પામે છે કે–આ લોકો ઠંડી, ગરમી કેવી રીતે સહન કરે છે? પૈસા નથી રાખતાં. આજના યુગમાં કોઈ માણસ એવો હોઈ શકે, જેની પાસે પૈસા ન હોય? ત્યાંના લોકો કલ્પના પણ નથી કરતા. મનુષ્યની ઉપેક્ષા
આધુનિક અર્થશાસ્ત્રનો દષ્ટિકોણ છે–પોતાનું લાભાર્થન, માણસના સ્વભાવની ઉપેક્ષા અને કેવળ લાભની ઉપેક્ષા. જે વસ્તુમાં કોઈ લાભ નથી, તે આજની અર્થશાસ્ત્રીય દષ્ટિએ બિલકુલ વ્યર્થ છે. મહત્ત્વ છે બજારનું, વસ્તુનું કોઈ મૂલ્ય નથી. માણસની પ્રકૃતિની બિલકુલ ઉપેક્ષા કરવામાં આવી છે. વ્રતી સમાજમાં માણસની પ્રકૃતિને મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ બંનેમાં દષ્ટિકોણનો ઘણો તફાવત છે. અર્થશાસ્ત્રનું યોગદાન
આધુનિક અર્થશાસ્ત્ર સમસ્યાઓને સમાધાન આપ્યું નથી, જે એમ કહીએ તો તે એકાંગી દૃષ્ટિકોણ થશે. મહાવીરને સમજનારો ક્યારેય એકાંગી દૃષ્ટિકોણથી નથી વિચારતો. તેમાં કોઈ શંકા નથી કે આધુનિક અર્થશાસ્ત્રની થોડી અવધારણાઓએ સમાજની થોડીક સમસ્યાઓને ઉકેલી છે અને ગરીબને પણ રાહત આપી છે પરંતુ જેટલી રાહત આપી છે, તેટલી બીજી સમસ્યાઓ ઊભી કરી દીધી છે. તટસ્થ ચિંતન કરીએ તો એ સ્વીકારવામાં કોઈ મુશ્કેલી નહીં પડે કે વર્તમાન અર્થશાસ્ત્રીય અવધારણાઓએ હિંસાને પ્રોત્સાહન આપ્યું છે. અહિંસાનું અર્થશાસ્ત્ર
- પૂજ્ય ગુરુદેવ જૈન વિશ્વભારતીના પ્રાંગણમાં બેઠા હતા. અજમેર વિશ્વ વિદ્યાલયના ઉપકુલપતિ ડૉ. આહુજા આવ્યા. વાર્તાલાપના પ્રસંગમાં અને કહ્યું, અમે ઇચ્છીએ છીએ અહિંસાનું અર્થશાસ્ત્ર. તેમણે કહ્યું, તે કેવું અર્થશાસ્ત્ર હશે ? અર્થશાસ્ત્રનો તો જન્મ જ હિંસાથી થાય છે. તેમાં અહિંસાની વાત ક્યાંથી આવશે?
આપણે આ સચ્ચાઈને સમજીએ-કેવળ ગરીબીને નષ્ટ કરનારું અર્થશાસ્ત્ર જ આપણા માટે ઉપયોગી નથી. આપણા માટે તે અર્થશાસ્ત્ર પણ ઉપયોગી છે, જે ગરીબીને નષ્ટ કરે અને સાથોસાથ હિંસાનું સંવર્ધન પણ ન કરે. આર્થિક સમૃદ્ધિ અને અહિંસાની સમૃદ્ધિ બંનેની સમન્વિત પ્રણાલીની આજે અપેક્ષા છે. મહાવીરે વ્રતી સમાજની જે કલ્પના આપી, તેમાં આ પ્રણાલી માટે પર્યાપ્ત તત્ત્વો મળે છે. તે તત્ત્વો દ્વારા આ સમન્વયને પૂર્ણ કરી શકાય છે.
-
-
-
-
-
-
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૩૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org