________________
માણસ ધર્મની સાથે પોતાની આજીવિકા ચલાવે છે. આ છે કરણા
આપણી સમક્ષ બે શબ્દો છે–અલ્પષ્ણુ અને મહેચ્છ. એક ધર્મને માર્ગે આજીવિકા ચલાવે છે, બીજો અધર્મને માર્ગે ચલાવે છે. ધર્મને માર્ગે એટલેન્યાયસંગત, કરુણાપુર્વક. મહાવીરના પરમ ઉપાસક શ્રાવક શ્રીમદ્ રાજચન્દ્રની ચર્ચા કરું. ગાંધીજીને અહિંસાનો બીજમંત્ર આપનાર અને જેમને બોધિદીપ મળ્યો, તેરાપંથના ચતુર્થ આચાર્ય શ્રીમજ્જયાચાર્ય પાસેથી. શ્રીમદ્ રાજચન્દ્રએ એક વ્યાપારી સાથે સોદો કર્યો. ઝવેરાતનો વ્યવસાય હતો. બજારમાં એકાએક તેજી આવી ગઈ. સામેવાળા વ્યાપારીને પચાસ હજારનું નુકસાન થઈ રહ્યું હતું. શ્રીમદ્ રાજચન્દ્ર તેને કહ્યું–તમે એગ્રીમેન્ટનો તે દસ્તાવેજ કાગળ લાવો. વ્યાપારી બોલ્યો, શ્રીમાન, તમે ચિન્તા ન કરો. હું તમારી એક-એક પાઈ ચૂકવી દઈશ, પરંતુ અત્યારે મારી સ્થિતિ નથી. શ્રીમદ્ રાજચન્ટે કહ્યું, ચૂકવવાની કે ન ચૂકવવાની વાત હું નથી કરી રહ્યો છું એક વખત તે દસ્તાવેજ જોવા માંગું છું. તેણે વિચાર્યું, દસ્તાવેજ મળતાં જ તે કોર્ટમાં કેસ કરશે અને હું ફસાઈ જઈશ. તેથી તે ન આપવા માટે આગ્રહ કરતો રહ્યો, કિન્તુ અંતમાં તેણે દસ્તાવેજ આપવો પડ્યો. દસ્તાવેજ હાથમાં લઈને તેને ફાડતાં-ફાડતાં શ્રીમદ્ રાજચન્દ્રએ કહ્યું, “રાજચન્દ્ર દૂધ પી શકે છે, કોઈનું લોહી નહીં. આ સોદો હું રદ કરું છું.'
આનું નામ છે કરુણા. અલ્પ ઈચ્છાવાળો માણસ ધર્મને મા પોતાની આજીવિકા ચલાવે છે, તે કોઈની સાથે અન્યાય નથી કરતો, ક્રૂર વ્યવહાર નથી કરતો, શોષણ નથી કરતો, હેરાફેરી નથી કરતો, મૂળ અમાનતને છુપાવતો પણ નથી. ઇચ્છાથી
ત્રીજા પ્રકારનો માણસ હોય છે અનિચ્છ. તેને આપણે સામાજિક પ્રાણી નહીં કહીએ. તે અનિચ્છ અથવા ઇચ્છાજલી હોય છે. જે સાધુ–સંન્યાસી બનીને સમાજથી અલગ થઈ જાય છે, તેની કોઈ પ્રવૃત્તિ નથી હોતી, કોઈ કારખાનું નહીં, કોઈ વ્યાપાર નહીં. ફક્ત સાધનાનું જીવન હોય છે. ભગવાન મહાવીરે કહ્યું, ત્રીજા વર્ગની વાત છોડી દઈએ. આમ જોઈએ તો તે વર્ગની વ્યક્તિઓ પણ ઓછી નથી. મહાવીરના તે વ્રતી સમાજમાં અલ્પચ્છ લોકોની સંખ્યા પાંચ લાખ હતી અને ઇચ્છાથી લોકોની સંખ્યા પચાસ હજાર હતી. યુરોપમાં આપણાં સમણ-સમણિઓ
-
-
આ
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૩૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org