________________
મહેચ્છા
આજનું અર્થશાસ્ત્ર કહે છે–ઇચ્છાને વધારો. ઇચ્છા વધશે તો મહારંભ થશે, વિશેષ પ્રવૃતિ થશે. બીજું તત્ત્વ છે અલ્પ ઇચ્છા, અલ્પારંભ. ઇચ્છા પણ અલ્પ અને આરંભ પણ અલ્પ. મહાવીરે બંને પ્રવૃત્તિઓનું વિશ્લેષણ કરતાં કહ્યું–જે મહારંભ હશે–મહેચ્છ હશે, તે અધર્મ દ્વારા આજીવિકા ચલાવશે, ધર્મનો વિચાર નહીં કરે. આમ કહીને મહાવીરે જાણે કે આજના અર્થશાસ્ત્રની ભવિષ્યવાણી કરી દીધી હતી. મહાવીરે કહ્યું, તે પુરુષ ઉગ્ર, રુદ્ર, શુદ્ર, વક્ર, દુઃશીલ, દુષ્કૃત્યાનંદ હશે. મહેચ્છ પુરુષની પ્રકૃતિનું મહાવીરે સજીવ ચિત્રણ કર્યું છે. મહાઈચ્છા અને મહારંભવાળી વ્યક્તિ કોઈ વિચાર નહીં કરે. પોતાના માટે ઉપયોગી છે, લાભદાયક છે તો તે કોઈનો પણ પ્રાણ લેતાં અચકાશે નહીં. ધન માટે
આજે વિલાસિતા અને સૌંદર્ય પ્રસાધનોના નિર્માણમાં અસંખ્ય નિરીહ અને મૂક પશુ-પક્ષીઓની નિર્મમ હત્યા કરવામાં આવી રહી છે. મુલાયમ અને કઠોર પ્લાસ્ટિક બનાવવા માટે ઊભાં કરવામાં આવી રહેલાં કારખાનાઓમાં મરઘીનાં લાખો બચ્ચાંની અવિકસિત પાંખોને કાપીને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. માંસના નિકાસ માટે અસંખ્ય કતલખાનાં શરૂ કરવામાં આવ્યાં. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ બધું જ ધન માટે થઈ રહ્યું છે. આટલા ઉગ્ર, રૌદ્ર થયા વગર અઢળક ધનની પ્રાપ્તિ થઈ શકે નહીં. માયા, કૂડ-કપટ, પ્રપંચ-આ બધું, ધમકી, હત્યા, અપહરણ– આજે શું શું નથી થઈ રહ્યું! આ બધું તે મહાઇચ્છાવાળા વર્ગનું ચિત્રણ છે, જે સતત પરિગ્રહમાં ડૂબેલો છે.
એ વિચારી પણ ન શકાય કે-ઇચ્છા, પરિગ્રહ અને આરંભને વધારીને તેની દુપ્રવૃત્તિઓથી કોઈ બચી શકે. આપણે પ્રિયની સાથે હિતની વાત વિચારીએ. ઇચ્છાને અલ્પ કર્યા વગર, નિયંત્રિત કર્યા સિવાય હિતની વાતને જોડી શકાય નહિ. અલ્પચ્છ
એક મનુષ્ય અલ્પચ્છ હોય છે. ઈચ્છા છે પણ અલ્પ છે. આવો માણસ કારખાનું શરૂ કરશે, પણ ધન (પૂંજી) ને કેન્દ્રિત કરી શકશે નહીં. મહાત્મા ગાંધીએ જે વિકેન્દ્રિત અર્થનીતિ અને વિકેન્દ્રિત સત્તાની વાત કહી, તે મહાવીરના આ અલ્પચ્છ શબ્દનો અનુવાદ છે. અલ્પચ્છ અથવા અલ્પારંભનું તાત્પર્ય જ વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા છે. મહાવીરે કહાં-ધમેળે વિત્તે અપેક્ષા- અલ્પ ઈછાવાળો
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૨૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org