________________
તેમ નથી. ગાંધીજીએ કહ્યું હતું, “આર્થિક સમાનતાનો આદર્શ માણસ ક્યારેય પ્રાપ્ત કરી શકશે નહીં. કારણ કે વૈયક્તિક ક્ષમતા ભિન્ન-ભિન્ન છે, યોગ્યતા અલગ-અલગ છે. પ્રત્યેક વ્યક્તિ આ બિંદુ સુધી પહોંચી શકતી નથી.” સ્વાર્થને પ્રોત્સાહન આપવાનું પરિણામ એ આવ્યું કે આજે દુનિયાની સંપૂર્ણ સંપત્તિ થોડાઘણા માણસોના હાથમાં કેન્દ્રિત થઈ ગઈ છે. તેઓ એટલા મોટા ધનવાનો બની ગયા છે કે પ્રતિષ્ઠા અને જૂઠા અહંકારના પોષણ સિવાય તેમની યાદીમાં અન્ય કંઈ છે જ નહીં ! દુનિયામાં પ્રથમ નંબરના ધનવાન, દ્વિતીય નંબરના ધનવાન–બસ આ તેમની યાદી છે. એટલા જ માટે વ્યક્તિદીઠ આવકની વાત જટિલ બની રહી છે. જીવનસ્તરની આકાંક્ષા
સ્ટાન્ડર્ડ ઑફ લિવિંગની ધારણાએ પણ માણસને મુશ્કેલીમાં મૂક્યો છે, દિમૂઢ બનાવ્યો છે. દરેક વ્યક્તિના મનમાં લાલસા છે કે જીવનસ્તર ઉન્નત થવું જોઈએ. સમસ્યા એ છે કે તેના માટે તેની પાસે સાધન નથી. પ્રતિષ્ઠાનો માપદંડ, વિકાસનું પ્રતીક તે માની લેવામાં આવ્યું કે આટલી વાતો તો હોવી જ જોઈએ. જો આ પ્રકારની ધારણા હોત-જીવનની પ્રાથમિક આવશ્યકતાઓની પૂર્તિ થવી જોઈએ તો કોઈ સમસ્યા ન હોત. આ એક સ્વસ્થ ચિન્તન છે. પશુ-પક્ષી પણ પોતાની આવશ્યકતાઓની પૂર્તિ કરે છે તો મનુષ્ય જેવું બુદ્ધિશાળી પ્રાણી ન કરે, તે કેવી રીતે બની શકે? પરંતુ આ સ્ટાન્ડર્ડ ઑફ લિવિંગની ધારણાએ પ્રાથમિક આવશ્યકતાઓને ગૌણ કરી દીધી અને અનાવશ્યક વસ્તુઓ પ્રત્યેની લાલસા મનુષ્યમાં જગાડી દીધી. મનુષ્યનાં ત્રણ વર્ગો
મહાવરે મનુષ્યનું અધ્યયન કર્યું, મનુષ્યની વૃત્તિઓનું અધ્યયન કર્યું. તેમણે જણાવ્યું કે, માણસ અલગ-અલગ પ્રકૃતિનો હોય છે, બધાને એક જ ત્રાજવાથી ન તોલો. તેમણે ત્રણ વર્ગોમાં માણસને વિભાજિત કર્યા.
1 મહેચ્છ | અભેચ્છ Tઈચ્છાજલી
પ્રથમ કોટિનો મનુષ્ય તે છે, જે મહા ઈચ્છા મહારંભવાળો છે. દ્વિતીય કોટિનો મનુષ્ય તે છે, જે અભેચ્છ, અલ્પારંભ છે. તૃતીય કોટિનો મનુષ્ય તે છે, જે ઇચ્છાજલી, અનારંભ છે.
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
1111111111111
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૨૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org