________________
બેરોજગાર થઈ ગયો છે, થઈ રહૃાો છે. ગરીબી અને બેરોજગારી હટાવવાનો પ્રયત્ન છે પરંતુ જેમ-જેમ યાંત્રિક વિકાસ થઈ રહ્યો છે, તેમ તેમ રોબોટ મનુષ્યના હાથમાંથી કામ છીનવી રહ્યો છે, ગરીબી અને બેરોજગારી તેટલી જ ગતિથી વધી રહી છે. આ ઇલેક્ટ્રોનિક યુગે ક્યાં સુધી પહોંચાડી દીધા છે–જાપાન જેવા દેશમાં તો ધર્મગુરુનું કામ પણ રોબોટ દ્વારા થઈ રહ્યું છે. કોઈનું મૃત્યુ થાય છે ત્યારે, તેનો પરિવાર પ્રાર્થનાના હેતુથી ધર્મસ્થળમાં જાય છે ત્યાં રોબોટ તેમનું અભિવાદન કરે છે, તેમને વૈર્ય અને સાંત્વના આપે છે, ધર્મનો પાઠ સંભળાવે છે. અંતમાં આશીર્વાદ આપીને આભાર સાથે વિદાય કરે છે. આ સંપૂર્ણ કામ રોબોટ કરે છે. અપેક્ષા ક્યાં છે?
મનુષ્યની અપેક્ષા જ હવે ક્યાં છે ? એમ લાગે છે કે આ રોબોટ અને કૉપ્યુટરના યુગમાં મનુષ્ય મૌન ધારણ કરી હિમાલયની કોઈ ગુફામાં ચાલ્યા જવું જોઈએ. મનુષ્ય ખૂબ જ મહેનત કરી છે, હવે તેના માટે વિશ્રામનો સમય આવ્યો છે. આચાર્યએ ઘણું સુન્દર કહાં છે–સર્વામા તડુત્તપ્રથમૂના- માણસની સમગ્ર પ્રવૃત્તિ એક શેર ચોખા માટે છે. જો એક સેર ચોખાની જરૂર ન હોય તો પછી પ્રવૃત્તિની પણ કોઈ અપેક્ષા ન રહે. પરંતુ આ ઔદ્યોગિક વિકાસ અર્થના પ્રભાવને મનુષ્ય પર એટલો બધો સ્થાપી દીધો છે કે તેની આગળ મનુષ્ય પોતે ગૌણ બની ગયો છે. પ્રશ્ર વ્યક્તિ દીઠ આવકનો
અર્થશાસ્ત્રનો એક ઉદ્દેશ છે વ્યક્તિદીઠ આવક. ચોક્કસપણે વ્યક્તિદીઠ આવક એ દેશોમાં વધી છે, જે વિકસિત છે. પરંતુ આજે લાગે છે કે–પૂંજીવાદ (કેપિટલિઝમ) પણ પોતાના અંતિમ શ્વાસની ગણતરીમાં છે. જાપાન, અમેરિકા જેવા વિકસિત દેશોમાં પણ બેરોજગારી વધવા માંડી છે. આંકડા બતાવી રહ્યા છે કે ત્યાં પણ ગરીબીની રેખા નીચે જીવન જીવવાની નોબત આવી છે. લોકો રશિયાની (સ) પરિસ્થિતિથી વાકેફ છે, તેઓ જાણે છે કે સામ્યવાદી શાસનકાળમાં પણ હજારો માણસ સડકના કિનારે પડેલી પાઈપોમાં શરણ લેતા હતા. કોઈ મકાન ન હતું, મોટી-મોટી પાઈપોમાં લોકો નિવાસ કરતા હતા. આજે તો ત્યાં ગરીબી અને ભૂખમરાની ભયંકર સ્થિતિ ઊભી થઈ રહી છે. ખાવાની ચીજોમાં લાંબી લાઈન લાગે છે. ગાંધીજીનું કથનઃ
જો વ્યક્તિદીઠ આવક સમાન હોત તો સમસ્યાનું સમાધાન થઈ શકત, પરંતુ
-
-
-
-
-
-
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૨૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org