________________
પ્રિય અને હિત બંને દૃષ્ટિથી વિચારીએ તો અર્થશાસ્ત્ર મનુષ્ય માટે ખૂબ જ લાભદાયી નીવડી શકે છે. ફક્ત પ્રિયતાની દ્રષ્ટિથી વિચાર કરીએ તો–આજના અર્થશાસ્ત્રએ મનુષ્ય-સમાજમાં ઘણી વિકૃતિઓ ઊભી કરી છે, તેને ક્રૂર બનાવ્યો છે, શોષણના માર્ગમાં અગ્રેસર કર્યો છે. સામ્રાજ્યવાદી મનોવૃત્તિ વિદ્યમાન છે
આજે ટેક્નોલોજીનો ઘણો વિકાસ થયો છે તેમાં કોઈ સંદેહ નથી, પરંતુ તેની સાથે કરુણા રહે તો કદાચ માનવજાત માટે આટલો ભય ઊભો ન થાત. ટેક્નોલોજીનો પ્રયોગ જે સૂક્ષ્મતાથી સંહારની દિશામાં થયો છે, તેટલો લાભની દિશામાં થયો નથી. તેનું કારણ એ જ છે કે સામ્રાજ્યવાદની મનોવૃત્તિ મનુષ્યમાં રહેલી છે. એક સમય હતો જ્યારે ભૂખંડનું સામ્રાજ્ય ચાલતું હતું. ભૂમિ પર અધિકાર કરો, અધિકાધિક જમીન હડપી લો, આ એક પ્રકારનો ભૌગોલિક સામ્રાજ્યવાદ હતો. આજે મહત્ત્વ એ બાબતનું નથી કે ભૂમિ કેટલી છે, મહત્ત્વ તે વાતનું છે કે આપણા હાથમાં વિકાસ કેટલો છે. જાપાન એક નાનો દેશ છે. તેની વસ્તી પણ વધારે નથી, પરન્તુ વિશ્વ બજારમાં તે સર્વાધિક પ્રભાવી છે. સ્વાર્થ અને પૂરતા
આર્થિક સામ્રાજ્ય કાયમ રાખવાની સ્પર્ધા થઈ રહી છે. અમેરિકા, ઈંગ્લેન્ડ, જાપાન, જર્મન આ બધા દેશ એકબીજાથી આ સ્પર્ધામાં આગળ નીકળી જવા માગે છે. આ આર્થિક સામ્રાજ્યવાદના વિસ્તારમાં ટેકનોલોજીનો ભરપૂર પ્રયોગ થયો છે, પરંતુ માનવકલ્યાણ માટે ઓછો થયો છે. ઔદ્યોગિક વિકાસની પણ આ જ સ્થિતિ છે. તર્ક તો એવો પણ આપી શકાય કે-ઔદ્યોગિક વિકાસ જેટલો વધુ થશે, વિકાસની તેટલી તકો વધશે, રોજગાર વધશે. કરુણાની વાત તેના પછી આવે છે.
જ્યાં સ્વાર્થ પ્રબળ છે, ત્યાં કરુણા પ્રબળ નથી હોતી. મહાવીરનો આ નિશ્ચિત સિદ્ધાન્ત છે–સ્વાર્થ જેટલો વધશે, ક્રૂરતા તેટલી જ વધશે. સ્વાર્થ જેટલો સીમિત થશે, કરુણાનો તેટલો જ વિસ્તાર હશે. સ્વાર્થ પણ શિખર પર હોય અને કરુણા પણ શિખર પર હોય, આ સ્થિતિ ક્યારેય સંભવ નથી. રોજગારનો તર્ક
રોજગારનો તર્ક પણ ખૂબ જ અટપટો છે. જે યુગ આવી રહ્યો છે, તે રોબોટનો યુગ છે, કૉપ્યુટરનો યુગ છે. જ્યાં હજારો મજૂર કામ કરે છે, ત્યાં પાંચ મજૂરોથી પણ કામ ચાલી જશે. રોજગારી ક્યાં મળી? આ યંત્ર-યુગમાં માણસ વધુ
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૨૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org