________________
આવ્યો કે આપણે મૂલ્યો પર વિચાર કરીએ અથવા નૈતિકતા ૫૨ વિચારીએ. જ્યારે બધા ધનવાન બની જશે, ત્યારે તેનો વિચાર કરવાની જરૂર ઊભી થશે.’ મહાવીરની અર્થશાસ્ત્રીય અવધારણા અને આજની અર્થશાસ્ત્રીય અવધારણામાં ઘણું મોટું અંતર છે. કરુણાનો વિકાસ, સંવેદનશીલતાનો વિકાસ આર્થિક વિકાસની સાથોસાથ થવો જોઈએ. ક્યાંક એવું તો નથી બની રહ્યું કે સમૃદ્ધ બનવાની સાથે સાથે તેના અનુપાતમાં આપણી કરુણા, દયાનો સ્રોત સુકાઈ રહ્યો હોય. એક વ્યક્તિએ ક્રૂરતાથી ધન ભેગું કર્યું. તેનાથી આર્થિક વિકાસ તો થઈ શકે છે, પરંતુ તેનો આ વિકાસ હજારો વ્યક્તિઓ માટે એક ખાડો ખોદે છે.
સ્વાર્થની સીમા
સ્વાર્થવૃત્તિથી અળગા રહી શકાતું નથી. સાધના કરનાર વ્યક્તિમાં પણ પોતાનો સ્વાર્થ હોય છે. તે સમગ્રપણે ખરાબ અને અવાંછનીય પણ નથી હોતી, સારી પણ હોય છે, પરન્તુ તેની સીમા હોવી જોઈએ. એવો સ્વાર્થ ન હોવો જોઈએ કે જે બીજાના હિતને નુકસાન પહોંચાડે. વ્યક્તિ એકલી નથી, દુનિયા ખૂબ મોટી છે. અરબો માણસ છે. એક વ્યક્તિ પોતાના સ્વાર્થને એટલું મહત્ત્વ આપે કે પોતાનો તો આર્થિક વિકાસ કરે પણ બીજાને નુક્સાન પહોંચાડે. આમ ન થવું જોઈએ. આનંદનું નિદર્શન
મહાવીરે કહ્યું – આર્થિક વિકાસની સાથે આ મુદ્દાઓ પર વિચાર કરો. મહાવીરનો શ્રાવક આનન્દ આર્થિક દૃષ્ટિએ અત્યંત સંપન્ન હતો. તેની પાસે હજારો હજારો એકર ખેતી લાયક જમીન હતી. ચાલીસ હજાર ગૌશાળા હતી. કરોડોની સંપત્તિ વ્યાપારમાં લાગેલી હતી, પરંતુ તે વ્રતી સમાજના સભ્ય હોવાને લીધે તેનું આ વ્રત હતું— અર્થોજનમાં અપ્રામાણિક સાધનોનો ઉપયોગ નહીં કરું. તેના આધારે તેણે પોતાનો આર્થિક વિકાસ કર્યો હતો.
ધર્મ અને આર્થિક વિકાસ
આર્થિક વિકાસ કરવામાં કોઈપણ ધર્મ વિઘ્નકર્તા નથી. આધુનિક અર્થશાસ્ત્રના ઘણાબધા વિદ્ધાઓએ કહ્યું—આપણો ધર્મ કહે છે, અંકુશ રાખો, આમ ન કરો, તેમ ન કરો. આ નિર્દેશ અનુપયોગી છે, વિકાસમાં બાધારૂપ નીવડે છે. ખરેખર આપણે પ્રિયતાની દૃષ્ટિથી વિચારીએ તો તે બાધક લાગે છે. હિતની દૃષ્ટિથી વિચારીએ, તો તે બાધક નહિ, સાધક છે. પ્રિય અને હિત બંને દૃષ્ટિથી વિચારીએ, તો તે બાધક લાગે છે. હિતની દૃષ્ટિથી વિચારીએ, તો તે બાધક નહિ, સાધક છે.
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૨૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org