________________
I અહિંસા અને સાધનશુદ્ધિ
મૂલ્યોનો હ્રાસ ન થાય
T સ્વાર્થની સીમા અહિંસા અને સાધન શુદ્ધિ
આર્થિક વિકાસની સાથોસાથ ક્યાંક હિંસા તો નથી વધી રહી? સાધન– શુદ્ધિની દ્રષ્ટિથી વિચાર કરો- આર્થિક વિકાસ થાય, પણ તે જેવી તેવી રીતે નહિ. એક વ્યક્તિ આજે સામાન્ય સ્થિતિમાં છે. તેણે કોઈ સમ્પન્ન વ્યક્તિનું અપહરણ કર્યું. એક કરોડની માગણી કરી. તેમાં તે સફળ થયો. રોડપતિ (ગરીબીમાંથી કરોડપતિ બની ગયો. આર્થિક વિકાસ તો તેનો થઈ ગયો કિન્તુ તેના માટે જે સાધન અપનાવ્યું, જે પ્રક્રિયાનો ઉપયોગ કર્યો, તે શું વાંછનીય છે ખરી? પ્રસિદ્ધ થવાના પ્રયોગો
પ્રાચીનકાળથી એક વિચાર ચાલે છે–પ્રસિદ્ધિ માણસને વિજય અપાવે છે. એક વ્યક્તિના મનમાં વિકલ્પ જાગ્યો કે મારે પ્રસિદ્ધ થયું છે. તેના માટે શું કરું? કોઈએ સલાહ આપી–જાઓ, બજારમાં જઈને ઘડાઓ ભેગા કરી, લાકડીથી તેને ફોડો, ખૂબ પ્રસિદ્ધિ મળશે. આમ ન કરી શકો તો પહેરેલાં બધાં જ વસ્ત્રો ઉતારી દો, નગ્ન થઈ જાઓ, એકદમ પ્રસિદ્ધ થઈ જશો. આ પણ ન કરી શકો તો ગધેડાની સવારી કરો, પ્રસિદ્ધ થઈ જશો. પ્રસિદ્ધ થવા માટે આ સૌથી સસ્તા નુઆ છે–
धटं भिन्द्यात् पटं छिन्द्यात्, कृत्वा रासभरोहणम् । येन केन प्रकारेण, प्रसिद्धः पुरुषो भवेत् ।।
બે સૂત્ર છે–એક યેનકેન પ્રકારનું અને બીજું સાધનશુદ્ધિનું. ભગવાન મહાવીરે કહ્યું, સમાજના ક્ષેત્રમાં આર્થિક વિકાસમાં કોઈને આપત્તિ નડતી નથી. પરંતુ તે ગમે તે પ્રકારે ન થવી જોઈએ, તેમાં અહિંસાની દૃષ્ટિથી વિચાર રજૂ થયેલો હોવો જોઈએ, સાધનશુદ્ધિની દષ્ટિથી વિચાર થયેલો હોવો જોઈએ. મૂલ્યોનો હ્રાસ ન થાય
મહાવીર કહ્યું અથજનમાં મૂલ્યોનો હ્રાસ ન હોય. મહાવીરની અવધારણા અને આધુનિક અર્થશાસ્ત્રની અવધારણામાં આ દષ્ટિએ આપણે વ્યાપક તફાવત જોઈ શકીએ છીએ. આર્થિક વિકાસમાં મૂલ્યોનો હ્રાસ ન થાય, તે અનિવાર્ય શરત છે. આજે સ્થિતિ ઊલટી થઈ ગઈ છે. કેનિને સ્પષ્ટ કહાં છે-“હજુ તે સમય નથી
[.
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૨૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org