________________
અર્થશાસ્ત્રનું ધ્યેય
આધુનિક અર્થશાસ્ત્ર એ તથ્યનું પ્રતિપાદન કર્યું કે મનુષ્યના સ્વાર્થના મનોવેગને ઉત્તેજના આપવામાં આવે. આજના અર્થશાસ્ત્રનું મુખ્ય ધ્યેય છે – જ્યાં સુધી બની શકે, સ્વાર્થવૃત્તિને જાગૃત કરવામાં આવે. જેટલી સ્વાર્થવૃત્તિ જાગૃતિ થશે, તેટલો જ વિકાસ થશે. કેનિજે દઢતાપૂર્વક આ સિદ્ધાન્તનું પ્રતિપાદન કર્યું છે. આ સિદ્ધાન્તમાં સચ્ચાઈ નથી એવું હું નથી માનતો, કારણ કે વ્યક્તિગત પ્રેરણા અને વ્યક્તિગત સ્વાર્થ જેટલું કામ માણસ પાસે કરાવે છે તેટલું કોઈ નથી કરાવતું. સ્વાર્થ આપણી ખૂબ મોટી પ્રેરણા છે. અને પ્રિય પણ છે. જે સિદ્ધાન્તનું આધુનિક અર્થશાસે પ્રતિપાદન કર્યું છે, તે પ્રિય છે અને આકર્ષક પણ છે. પ્રત્યેક વ્યક્તિ પોતાના સ્વાર્થને વધારે અને વ્યક્તિગત સ્વામિત્વ જેટલું વિકસિત કરી શકે, તેટલું કરે. જેટલું સર્જન કરી શકે, કરે.
સામ્યવાદે જે સિદ્ધાન્ત આપ્યા, તે પણ આકર્ષક છે. કોઈપણ માણસ ભૂખ્યો નહીં રહે, સૌને મકાનની સગવડ મળશે, વસ્રહીન કોઈ રહેશે નહીં, કોઈ આજીવિકાશૂન્ય રહેશે નહીં, પ્રત્યેકની પ્રાથમિક આવશ્યકતાઓ પૂરી થશે. સામ્યવાદનું આ આકર્ષક સ્વપ્ન હતું, અને છે. પ્રિય અને હિત
આ સંદર્ભમાં મહાવીરના દર્શનની મીમાંસા કરીએ. પ્રિય અને હિત-આ બે શબ્દો પર ધ્યાન આપો. એક વાત પ્રિય લાગે છે, પરંતુ હિતકર નથી. બીજી વાત હિતકર છે, પણ પ્રિય લાગતી નથી. એક બાબત એવી પણ લાગે છે, જે પ્રિય પણ છે અને હિતકર પણ છે. પ્રત્યેક વ્યક્તિ ધનવાન બને. સ્વાર્થના મનોવેગને ગતિ આપે, જેનાથી સંપદાનો વિકાસ થાય–આ પ્રિય છે, પણ હિતકર નથી. વ્યક્તિમાં સ્વાર્થ અતિ તીવ્ર હોય છે. આ વૈયક્તિક સ્વાર્થે સમાજમાં ઘણી સમસ્યાઓ ઊભી કરી છે. તેને હજુ પણ વધારે તીવ્ર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો પરિણામ કેવું આવશે, તે આપણે વર્તમાન પરિસ્થિતિ જોઈને સમજી શકીએ છીએ. આર્થિક વિકાસ કેવી રીતે થાય?
પ્રત્યેક વ્યક્તિ ચાહે છે કે સમાજમાં આર્થિક વિકાસ થાય, પરંતુ પ્રશ્ન એ છે કે કેવી રીતે ? તેની પ્રક્રિયા શી ? આર્થિક વિકાસ નિર્વિકલ્પ છે. મહાવીર કહે છે–આર્થિક વિકાસની ચર્ચા કરતી વખતે આ મુદ્દાઓ પર વિચાર કરવો આવશ્યક
છે–
-
-
-
-
-
-
-
1,11,
511:
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૨૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org