________________
દરિદ્રતા પ્રિય નથી
પ્રાચીનકાળમાં પણ કહેવામાં આવ્યું છે - ઞધનં નિર્વનં- જે નિર્ધન છે, તે નિર્બળ છે. દરિદ્ર અને ગરીબ ક્યારેય વાંછનીય નથી રહ્યા. દરિદ્રતા હંમેશાં તિરસ્કૃત રહી છે. તેને કોઈપણ રીતે સારી માનવામાં આવી નથી.
એક બ્રાહ્મણ પંડિતે રાજા ભોજને મળવા માટે પ્રસ્થાન કર્યું. તે ખૂબ જ દરિદ્ર હતો. રાજાને ભેટ આપવાના હેતુથી કપડામાં શેરડીના થોડાક ટુકડા સાથે લીધા. થોડીવાર વિશ્રામ કરવા માટે તે જંગલમાં સૂઈ ગયો. તે સમયે એક વટેમાર્ગુએ તેને જોયો. તેણે વિચાર્યું, આ માણસ રાજાની પાસે પુરસ્કાર માટે શેરડીના ટુકડા લઈને જઈ રહ્યો છે. તેણે કપડામાંથી શેરડીના ટૂડા કાઢી લીધા અને તેની જગ્યાએ લાકડીઓ બાંધી દીધી, પંડિત જાગ્યો. તે કપડામાં બાંધેલી લાકડીઓ લઈને રાજાના મહેલ તરફ ચાલવા માંડ્યો. દરબારમાં પહોંચીને ભેટ આપવાની ઇચ્છાથી જ્યારે કપડું ખોલ્યું તો તેમાં લાકડીઓ જોઈને સ્તબ્ધ થઈ ગયો. તે ખૂબ જ ચિંતિત થઈ ગયો. મહાકવિ કાલિદાસ સમજી ગયા—આ વ્યક્તિ સાથે કોઈએ કપટ કર્યું છે. તેમણે તરત જ પરિસ્થિતિ હાથમાં લેતાં કહ્યું, ‘મહારાજ ! આજે જેવી ભેટ આવી છે, તેવી ક્યારેય કોઈએ આપી નથી. ખૂબ જ અદ્ભુત ઉપહાર છે'. રાજાએ પૂછ્યું, ‘કેવી રીતે ?’ કાલિદાસે કહ્યું
दग्धं खाण्डवमर्जुनेन बलिना रम्यद्रुमैर्भूषितं,
दग्धा वायुसुतेन हेमनगरी लंका पुनः स्वर्णभूः ।
दग्धो लोकसुखो हरेण मदनः किं तेन युक्तं कृतं,
दारिद्र्यं जन तापकारकमिदं केनापि दग्धं न हि ।।
ખાંડવ વનને અર્જુને બાળી નાખ્યું, સોનાની લંકાને હનુમાને જલાવી દીધી. અને કામદેવને શંકરે ભસ્મીભૂત કર્યાં, પરંતુ આ દરિદ્રતાને, જે બધાને બાળે છે, કોઈ દહન કરી શકતું નથી. આ બ્રાહ્મણ દરિદ્રતાને ભસ્મીભૂત ક૨વા માટે ઇંધણ, ભેટમાં આપી રહ્યો છે. તેને બાળવા માટે આપ જ સમર્થ છો.
દારિદ્રય ક્યારેય પ્રિય હોતું નથી, ગરીબી ક્યારેય વાંછનીય નથી રહી, ન પ્રાચીનકાળમાં કે ન અર્વાચીનકાળમાં. બધા ઇચ્છે છે કે ગરીબ કોઈ ન રહે, સમાજ કોઈને પણ હેરાન કરે નહીં, પરન્તુ આ અત્યંત દુષ્કર કામ છે.
Jain Educationa International
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૨૨
For Personal and Private Use Only
www.jainelibrary.org