________________
૨
વિકાસની અર્થશાસ્ત્રીય અવધારણા
ભગવાન મહાવીરે પ્રત્યેક કાર્ય, વિકાસ અને પર્યાયને સાપેક્ષ બતાવ્યાં છે. ઘણીબધી શાખાઓ છે, ઘણાં શાસ્ત્રો છે. વિદ્યાની અનેક શાખાઓમાં પરસ્પર સંબદ્ધતા છે. જેટલાં પણ શાસ્ત્રો છે, તેમાં પણ પરસ્પર સાપેક્ષતા છે. જો કે અર્થશાસ્ત્ર અર્થના વિષયમાં જ ચિન્તન કરે છે, પરન્તુ કોઈપણ શાસ્ત્ર નિરપેક્ષ ભાવે ચાલી શકતું નથી. એવું પ્રતીત થાય છે કે—આધુનિક અર્થશાસ્ત્ર નિરપેક્ષ ભાવે ચાલવાનો પ્રયત્ન કર્યો છે. કદાચ તેનું જ આ પરિણામ છે કે અનેક સમસ્યાઓ ઉકેલાવાની જગ્યાએ વધુ ગુંચવાઈ ગઈ છે, હિંસાને પ્રોત્સાહન મળ્યું છે. આકર્ષક ઉદ્દેશ:
કેનિજે અર્થશાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ્ય બતાવ્યો—પ્રત્યેક નિર્ધન વ્યક્તિ ધનવાન બને, માલામાલ બની જાય. ઉદ્દેશ્ય આકર્ષક છે. આ વિષયમાં સામ્યવાદ અને પૂંજીવાદમાં કોઈ વિશેષ અંતર દેખાતું નથી. પ્રક્રિયા અને પરિણામમાં અંતર હોઈ શકે છે, પરંતુ મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કોઈપણ વ્યક્તિ નિર્ધન ન રહે, ગરીબ ન રહે, ગરીબીની રેખા નીચે જીવનનિર્વાહ ન કરે. પ્રત્યેક વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાતોની પૂર્તિ થઈ શકે અને તે સુખ-શાંતિથી પોતાનું જીવન વિતાવી શકે. વિકાસનું આ લક્ષ્ય બનાવવામાં આવ્યું. અર્થશાસ્ત્રીય દૃષ્ટિએ વિકાસની વ્યાખ્યા પણ આ જ છે. આર્થિક વિકાસ, પ્રૌદ્યોગિકીનો વિકાસ, ટેક્નોલોજીનો વિકાસ, વ્યક્તિદીઠ આવક અને જીવનસ્તર—આ આધુનિક અર્થશાસ્ત્રના વિકાસનો માપદંડ છે.
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૨૧
P
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org