________________
સ્વદેશીનો સ્રોત
ગાંધીજીએ સ્વદેશીનું આંદોલન ચલાવ્યું અને આજે બહુરાષ્ટ્રીય કંપનીઓના આગમન પર કેટલાક રાજનીતિક દેશ ફરીથી જે સ્વદેશીની વાત કરી રહ્યાં છે, તે સ્વદેશીનો મૂળ સ્રોત મહાવીર દ્વારા પ્રદત્ત વ્રતની આચારસંહિતામાં મળે છે. એક વ્રત છે દિવ્રત - દિશાનું પરિમાણ કરો. દિલ્હીમાં રહેનારો પરિમાણ ક૨શે કે દિલ્હીની બહારની કોઈ વસ્તુનો ઉપભોગ નહીં કરું, કપડાં પહેરીશ તો દિલ્હીમાં બનાવેલાં. અનાજ ખાઈશ તો દિલ્હીની સીમામાં ઉત્પન્ન થયેલું અનાજ ખાઈશ. આ દિવ્રત છે, જે સ્વદેશીનો મૂળ આધાર છે. મહાત્મા ગાંધી શ્રીમદ્ રાજચન્દ્રની છત્રછાયામાં અહિંસાના સિદ્ધાન્તને પલ્લવિત કરી રહ્યા હતા. ગાંધીજી ઉપર તેમનો પ્રભાવ હતો, એટલા માટે મહાવીરનાં સૂત્રોને અપનાવવાનું એમના માટે સ્વાભાવિક હતું. વિકેન્દ્રિત અર્થનીતિ, વિકેન્દ્રિત ઉદ્યોગ અને સ્વદેશી - આ ત્રણે મહાવી૨ની આચારસંહિતામાંથી આવિર્ભૂત થયા છે, પ્રગટ થયા છે, એવું સાહજિક રીતે જ માની શકાય છે. દિવ્રતનો ઉદ્દેશ
-
દિવ્રતનો એક ઉદ્દેશ હતો – સામ્રાજ્યવાદી મનોવૃત્તિ પર અકુંશ લગાવવો. આર્થિક સામ્રાજ્ય હોય કે ભૌગોલિક, એક વિશેષ સીમાથી આગળ નહિ જાઉં. પ્રવાસની એક સીમા હતી - પાંચસો કિલોમીટરની સીમાથી આગળ નહિ જાઉં અથવા આ સીમાથી આગળ નહિ જાઉં. આમાં પણ દિશાનો પ્રતિબંધ હતો - ઊર્ધ્વ દિશા, ત્રાંસી દિશા, અધોદિશા અથવા અમુક દિશામાં તેની સીમાથી આગળ નહિ જાઉં. આ દિશાની બહાર હું મારી વસ્તુનો વિક્રય નહિ કરું. ન આયાત કરીશ કે ન નિકાસ. પ્રતિબંધ દિશાની સાથે પણ જોડાયેલો હતો. આ મહત્ત્વપૂર્ણ સૂત્ર સામ્રાજ્યવાદી મનોવૃત્તિ ઉપર અંકુશ લગાવવામાં કારગત નીવડ્યું. શાન્તિ માટે સંકલ્પ
આજે ઉદ્યોગોનાં અગ્રણી રાષ્ટ્રો, જાપાન, બ્રિટન, જર્મની વગેરે તે નિર્ણય લઈ લે કે - આપણે આપણી વસ્તુઓની નિકાસ નહિ કરીએ તો આર્થિક સામ્રાજ્યનું આ ભીષણ યુદ્ધ શમી જશે, શાન્તિ અને અહિંસાના પ્રયત્નો આવશ્યક નહિ રહે. કેવળ શાન્તિ જ શાન્તિ હશે, યુદ્ધનો પ્રશ્ન જ સમાપ્ત થઈ જશે. આજે શસ્ત્રનિર્માણ કરનારા દેશો એ સંકલ્પ કરી લે કે આપણે આપણા દ્વારા નિર્મિત શસ્ત્રોનો નિકાસ નહિ કરીએ, પોતાના દેશની બહાર નહિ મોકલીએ તો પછી યુદ્ધનો ભય આપોઆપ સમાપ્ત થઈ જશે.
Jain Educationa International
મહાવીરનું અર્થશાસ્ત્ર :૪૨
For Personal and Private Use Only
www.jainelibrary.org