________________
દ્વિમુખીનીતિ
આજની કૂટનીતિની આ ખૂબ હેરત અને આશ્ચર્યની વાત છે – એક તરફ એક રાષ્ટ્ર સંધિ અને સમાધાનની વાત કરી રહ્યું છે, બીજી બાજુ તે જ રાષ્ટ્ર બીજા પક્ષને શસ્ત્રો પણ મોકલી રહ્યું છે. શાન્તિનું મધ્યસ્થ પણ તે છે અને શસ્ત્રોની પૂર્તિ કરીને શસ્ત્રોની સ્પર્ધાને વેગ આપનાર પણ તે છે. આ દ્વિમુખીનીતિ જ હિંસા અને અશાન્તિની જનની છે. ગરીબી કોણ દૂર કરશે? - દરેક વ્યક્તિની આકાંક્ષા છે ધનવાન બનવાની. મોટાં-મોટાં કારખાનાં કોઈને ધનવાન નથી બનાવી શકતાં. આ લોખંડનાં મશિનો દુનિયામાંથી ગરીબીને નષ્ટ નહિ કરી શકે. ગરીબી દૂર થશે સ્વદેશીની ભાવનાથી. માણસ શાન્તિની સાથે જીવનયાપન કરી શકે, બસ આટલી જ તો આકાંક્ષા છે. તેના માટે કૉપ્યુટર, રોબોટની સહાયતા શા માટે લેવી પડે?
લાઓસે ક્યાંક જઈ રહ્યા હતા. જંગલમાં એક રડતી સ્ત્રી મળી. લાઓત્સ ઊભા રહી ગયા. પૂછ્યું, “બહેન ! તું શા માટે રડી રહી છે ?' સ્ત્રીએ કહ્યું “મહારાજ, ચિત્તો મારા છોકરાને ખાઈ ગયો. છોકરાને જ નહિ, મારા પતિને પણ તે ખાઈ ગયો.' લાઓત્સએ કહ્યું, “તો પછી આ જંગલમાં શા માટે રહે છે ?' તે બોલી. “એટલા માટે કે અહીં કોઈ ક્રૂર શાસક નથી, શાન્તિ છે અહીં. જંગલી જાનવર ક્યારેક ક્યારેક હાનિ પહોંચાડી દે છે, પરન્તુ ક્રૂર શાસકના કાયમી અત્યાચારથી દૂર છીએ. પુનર્વિચાર કરીએ.
માણસ શાન્તિ ઝંખે છે. તે જ ભંગ થઈ જાય તો જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઉલ્લાસની કલ્પના પણ ન કરી શકાય. આજની અર્થશાસ્ત્રીય અવધારણા ભલે સાધન ઉપલબ્ધ કરાવે, તે અંતઃકરણની સંતુષ્ટિ અને આંતરિક આનંદ પ્રદાન કરી શકશે નહીં. આજે આવશ્યકતા છે – અહિંસા અને શાન્તિની. વાત સામે રાખીને અર્થશાસ્ત્રીય અવધારણાઓનું પુનરાવલોકન કરીએ. તેના પર પુનર્વિચાર કરીએ. આ પુનર્વિચાર જ અહિંસા અને શાન્તિના અર્થશાસ્ત્રની આવશ્યકતા અને ઉપયોગિતાનો બોધ કરાવી શકે છે.
છે.
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૪૩
,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org