________________
માટે કેટલી લાંબી યાત્રા કરવી પડે છે, તે પણ અમે જાણીએ છીએ. એક વ્યક્તિ હમણાં ચાલી. ચાલી શકે છે, પહોંચી શકે છે. આ જ ક્ષણે ચાલી અને આ જ ક્ષણે તે મંઝીલ સુધી પહોંચી જશે, એમ માની લેવું એ ભ્રમ મોટો ભ્રમ છે. કોઈ આજે ધર્મનું આચરણ શરૂ કરે છે. જૈન બને છે અને જૈન બનતાંની સાથે જ તે અપરિગ્રહ સુધી પહોંચી જશે, આ તો ઘણા આશ્ચર્યની વાત છે. જો આવું હોય, ચપટીમાં જ બધું મળી જાય, જૈન બનતાં જ અપરિગ્રહી બની જવાય, ત્યારે તો ધર્મ તો યાત્રા એટલી નાની છે, સાધનાની યાત્રા એટલી નાની છે કે જ્યારે વ્યક્તિ ઈચ્છે, ત્યારે સાધનાનું સપનું જોઈ શકે અને સિદ્ધિ સુધી પહોંચી શકે. કંઈ કરવાની જરૂર નથી. મને આશ્ચર્ય છે કે આ ભ્રમનું પોષણ થાય છે અને કેવી રીતે ચાલે છે?
જૈન સમાજ એક સિદ્ધાન્તને માનીને ચાલે છે કે અપરિગ્રહ તેમનો એક આદર્શ છે અને તેમનું એક લક્ષ્ય છે. ત્યાં સુધી તેમને પહોંચવાનું છે. મુનિ માટે પણ ઠીક બાબત છે. તે અપરિગ્રહી હોય છે, બધું જ છોડી દે છે. પરંતુ સમાજ માટે અપરિગ્રહ એક સિદ્ધાન્ત છે, તેના માટે કોઈ મંઝીલ નથી. સમાજ અપરિગ્રહના આદર્શને સામે રાખીને ઇચ્છા-પરિમાણના અણુવ્રત સ્વીકાર કરે છે. તે ઇચ્છા પર થોડું-થોડું નિયમન શરૂ કરે છે. જે મુક્ત ઇચ્છા છે, તેને ઓછી કરવામાં આવે, એનાથી વધુ ઓછી કરવામાં આવે, એનાથી પણ વધુ ઓછી કરવામાં આવે તો તે, ઇચ્છાપરિમાણની દિશામાં પ્રસ્થાન કરે છે. તે દિશામાં ગતિ હોય છે અને ગતિમાં ને ગતિમાં જે લોકો અંત સુધી પહોંચી જાય છે, પછી તેઓ અપરિગ્રહ સુધી પણ પહોંચી શકે છે. પરંતુ આખો જૈન સમાજ અપરિગ્રહ સુધી પહોંચી જશે, એનો અર્થ તો એ થઈ ગયો કે આખો સમાજ મુનિ બની જશે, સંન્યાસી બની જશે.
ભગવાન મહાવીરે મુનિ માટે અપરિગ્રહનું વિધાન કર્યું છે. ગૃહસ્થ માટે તેમણે અપરિગ્રહ જેવા શબ્દનો પ્રયોગ નથી કર્યો. તેમણે ઈચ્છા-પરિમાણની વાત કહી. શ્રાવકે ઈચ્છા-પરિમાણ કરવું જોઈએ. જે અનન્ત ઇચ્છા છે, તેની કોઈ ને કોઈ સીમા નક્કી કરવી જોઈએ.
સીમા માટે તેમણે બે બાબતો બતાવી. પહેલી વાત આવકનાં સાધનો અશુદ્ધ ન હોવાં જોઈએ, અપ્રમાણિક ન હોવાં જોઈએ. ગૃહસ્થ માટે મહાવીરની પૂરી આચારસંહિતા છે. તેમાં અપ્રાણિકતાના જેટલા વ્યવહાર છે, તે બધાનો વિરોધ કર્યો છે. ભેળસેળ, અસલી વસ્તુ બતાવીને નકલી વસ્તુ આપી દેવી, દગાબાજી કરવી, પરંપરા હડપવી વગેરે વગેરે અપ્રામાણિકતાનાં જેટલાં સૂત્રો છે, સાધનો છે,
આ
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૨૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org