________________
તે બધાં નકામાં છે.
બીજી વાત છે... અર્જિત ધનનો ઉપયોગ પોતાના વિલાસ માટે ન કરવામાં આવે. વ્યક્તિગત સંયમ કરવામાં આવે.
આ બંને બાબતો હોય તો પછી ગમે તેટલું કમાઓ, એના ઉપર કોઈ નિયંત્રણ નથી હોતું. એક વ્યક્તિ શુદ્ધ સાધન દ્વારા કમાય છે. શક્ય છે કે લાખ રૂપિયા પણ મળે, કરોડ રૂપિયા પણ મળી જાય. કમાઈ લીધા પછી તેનો ઉપયોગ તે પોતાના માટે નથી કરતો, પોતાના માટે પૂરો સંયમ રાખે છે. જેવું આનન્દ શ્રાવકનું જીવન હતું. કરોડોની સંપત્તિ, કરોડોનો વ્યાપાર, પરંતુ પોતાના માટે અત્યંત સંયમી. એટલું સીધું–સાદું જીવન કે જે એક સામાન્ય માણસ પણ ન રાખી શકે.
આ બે શરતો છે ગૃહસ્થ માટે અપરિગ્રહની પ્રારંભિક ભૂમિકાની, આ બંને મહત્ત્વપૂર્ણ છે. જૈન સમાજ આ બંને બાબતોનો સ્વીકાર કરે તો ઘણો મોટો ભ્રમ દૂર શકે છે.
ધર્મનો પણ મને લાગે છે કે કોઈપણ સમાજ ધર્મનો અનુયાયી હોઈ શકે છે, સહયાત્રી નથી હોતો. દરેક ધર્મની આ જ સ્થિતિ છે. લોકો ધર્મની પાછળ ચાલે છે. ધર્મની સાથે નથી ચાલતા, હવે તે અનુયાયીઓ પાસે એવી અપેક્ષા રાખવી કે અપરિગ્રહનો સિદ્ધાન્ત ફલિત થાય, એ મને સંભવ નથી લાગતું.
પ્રશ્ન– માંસાહારનો નિષેધ કરનારા મોહમ્મદ સાહેબ વ્યાજને હરામ બતાવે છે અને અહિંસામાં વિશ્વાસ ક૨ના૨ા જૈન લોકો વ્યાજનો ધંધો કરે છે. આવું કેમ ?
ઉત્તર- વ્યાજના વિષયમાં જૈન સાહિત્યમાં બંને પ્રકારની વાતો મળે છે. જૈન શ્રાવક વ્યાજનો વ્યવસાય કરતા હતા, આવું પણ મળે છે અને વ્યાજને મહાહિંસા માનનારા વ્યક્તિ પણ મળે છે.આચાર્ય જિનસેને વ્યાજને મહાહિંસાની શરૂઆત બતાવી છે અને તેને શ્રાવક માટે સર્વથા ત્યાજ્ય બતાવી છે. બંને પ્રકારની વાતો જોવા મળે છે. વ્યાજ એક ગૂંજવાયેલો પ્રશ્ન છે. તેનાં બે પાસાંઓ છે– એક સહયોગનું પાસું, બીજું શોષણનું પાસું. જેમ અસમર્થ લોકોને સંપત્તિ ન મળે તો ઘણી મુશ્કેલી ઊભી થાય છે. એક ઉપાય હતો કે અસમર્થ લોકોને સંપત્તિ ઉપલબ્ધ કરી આપવામાં આવે અને બદલામાં થોડું-ઘણું લઈ લેવામાં આવે. આ પ્રેરણાથી લોકો બીજાને સંપત્તિ આપતા અને અસમર્થ લોકો પોતાનું કામ ચલાવતા. આ જ પ્રારંભિક પ્રેરણા વ્યાજની રહી હશે. આ સહયોગનું પાસું છે. આનો અસ્વીકાર ન કરી શકાય, પરંતુ પ્રવૃત્તિનો જ્યારે વિકાસ થાય છે, ત્યારે પ્રારંભિક પ્રેરણા બદલાઇ
ન મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૨૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org