________________
જાય છે અને નવી-નવી પ્રેરણાઓ જાગે છે. વ્યાજ આપતાં-આપતાં એટલું શોષણ શરૂ થઈ ગયું કે તે બિચારા અસમર્થની અસમર્થતાનો દુરુપયોગ થવા લાગ્યો. વિવશતાનો મહાન દુલુપયોગ થયો . આ દષ્ટિથી વ્યાજ ખૂબ જ નિન્દનીય બની
ગયું.
મોહબ્દ સાહેબે વ્યાજનો નિષેધ કર્યો તે ભૂમિકામાં તેમણે બિલકુલ ઠીક કહ્યું. કારણ કે તે સમયમાં, મધ્યયુગમાં, વ્યાપાર સહયોગની પ્રેરણા સમાજ ભૂલાવી ચૂક્યો હતો. વ્યાજનો સમગ્ર વ્યવસાય શોષણ પર પ્રતિષ્ઠિત થઈ ગયો હતો. સ્થિતિને તેમણે જોઈ અને તેનો નિષેધ કર્યો. આજે પણ બેંકિંગનો ધંધો ચાલે છે. એટલા માટે શોષણની વાત તેમાં નથી. પરિસ્કૃત રૂપ છે. જેથી તેના તરફ કોઈનું ધ્યાન નથી જતું. જે લોકો વ્યાજનો નિષેધ કરે છે, તે પણ તેનો ઉપયોગ તો કરે છે.
આ બંને દૃષ્ટિએ હું વિચારું છું તો મને લાગે છે કે વ્યાજ સર્વથા પરિહાર્ય જ છે, એવું પણ ન કહી શકાય અને સર્વથા વાંછનીય છે, એવું પણ ન કહી શકાય. જો. પદ્ધતિનો સુધારો થાય, સહયોગની પ્રેરણાને ફરીથી કોઈ જગાવી શકે તો તેની ઉપયોગિતાનો પણ અસ્વીકાર ન કરી શકાય. એની સાથે જે શોષણની વાત જોડાઈ ગઈ છે, તે ચાલતી રહે તો વ્યાજની વર્જનીયતાનો પણ અસ્વીકાર ન કરી શકાય.
અમે જોયું છે, જ્યાં એટલી બધી વિવશતા અને વર્ષના થઈ જાય છે કે ત્યાં ઘણું વ્યાપક શોષણ થાય છે. મજબૂર થઈને તેમણે બધું ચૂકવવું પણ પડે છે. આ સ્થિતિ બિલકુલ અવાંછનીય છે. આપણે બંને પાસાંઓનો વિચાર કરીને એના પર ચિન્તન કરવું જોઈએ અને વર્તમાન સમસ્યાના સંદર્ભમાં આ પ્રશ્નને ખુલ્લો કરવો જોઈએ કે વ્યાજની સાથે જે વૈયક્તિક સ્વાર્થ અને શોષણ જોડાયેલાં છે, તે દૂર થઈ જાય. જો આ નીકળી જાય અને કેવળ સહયોગ જેવો સૂત્ર-સંબંધ રહે જેમ કે આજે બેકિંગમાં થઈ રહ્યું છે–તો મને લાગે છે કે આને સર્વથા ત્યાજ્ય માનવા જેવી વાત પણ વ્યવહારની ભૂમિકા પર નથી આવતી. કદાચ એટલા માટે ભગવાન મહાવીરે
જ્યાં અપ્રામાણિકતાના બધા સ્રોતો નિષેધ કર્યો, ત્યાં વ્યાજનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. એમ લાગે છે કે તે સમયે આ પાસું એટલું સ્પષ્ટ નહોતું અને ફક્ત સહયોગ ના આધારે કામ ચાલતું હતું. મધ્યકાળની પરિસ્થિતિએ આ પ્રશ્નને તે રૂપ આપ્યું અને તે દષ્ટિથી મોહમ્મદ સાહેબના કાર્યને ઘણું ઔચિત્યપૂર્ણ માની શકાય. તેમણે એક શોષણપૂર્ણ કાર્ય પ્રત્યે ચેતના જગાવી. જૈન સમાજ માટે પૂર્વકાલીન પ્રશ્ન છે, મધ્યકાલીન પ્રશ્ન છે અને આજનો પ્રશ્ન છે. આજના યુગના સંદર્ભમાં જૈન
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૨૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org