________________
સમાજની સામે પ્રશ્ન છે એ છે કે તેની ઉપયોગિતાને સમાપ્ત કરવાની દિશામાં નહિ કિન્તુ તેની સાથે જે શોષણ જોડાઈ ગયું છે તે શોષણને સમાપ્ત કરવાની દિશામાં કોઈ કદમ ઊઠે.
પ્રશ્ન– અહિંસાથી અપરિગ્રહ ફલિત થાય છે કે અપરિગ્રહથી અહિંસા ફલિત થાય છે?
.
ઉત્તર- અહિંસા પરમો ધર્મઃની ઘોષણા જૈન ધર્મની મહાન ઘોષણા મનાય છે. આમાં કોઈ સચ્ચાઈ નથી, એ હું કેવી રીતે કહું, પણ હું એ સચ્ચાઈને ઉલટાવીને જોઉં છું. ‘અપરિગ્રહ’વમો ધર્મ એ પહેલી સચ્ચાઈ છે અને અહિંસા પરમો ધર્મ : એના પછીની સચ્ચાઈ છે. એ સર્વથા મનોવૈજ્ઞાનિક સત્ય છે કે મનુષ્ય હિંસા માટે પરિગ્રહનો સંયમ નથી કરતો, પરંતુ પરિગ્રહની સુરક્ષા માટે હિંસા કરે છે. જેમ-જેમ અપરિગ્રહનો વિકાસ થાય છે, તેમ-તેમ અહિંસાનો વિકાસ થાય છે. પરિગ્રહનું કેન્દ્રબિંદુ મનુષ્યનું પોતાનું શરીર છે. ત્યાંથી પરિગ્રહની ચેતના ફેલાય છે. ધાર્મિક વ્યક્તિ ધર્મની સાધનાનો કાયોત્સર્ગ અથવા દેહાધ્યાસમુક્તિથી પ્રારંભ કરે છે. શરીરનું મમત્વ જેમ-જેમ ઓછું થાય છે, તેમ-તેમ પરિગ્રહની મૂર્છા ઓછી થાય છે. શરીરની મૂર્છા ત્યાગનારો જ અલ્પવસ્ત્ર અથવા અવસ્ત્ર હોઈ શકે છે.
મનુષ્ય ચેતનાવાન પ્રાણી છે. ચેતના યાંત્રિક નથી હોતી, તેથી તમામ મનુષ્યો સમાન નથી હોતા. તેમાં રુચિ, વિચાર, ચિન્તન અને સંસ્કારની ભિન્નતા હોય છે, જેથી અચેતન જગતની જેમ ચેતન જગત માટે કોઈ સાર્વભૌમ નિયમ ન બનાવી શકાય. અપરિગ્રહ-પ્રધાન-ધર્મને માનનારા બધા અપરિગ્રહી બની જાય છે– આ સંભાવનામાં સચ્ચાઈ નથી લાગતી. અપરિગ્રહ સિદ્ધાન્તને માનીને ચાલનારાઓમાંથી કેટલાક લોકો અપરિગ્રહી હોઈ શકે છે, પરંતુ બધા જ અપરિગ્રહી થઈ જાય- એ સંભવ નથી. આપણું ચિન્તન એટલા માટે અટવાય છે કે આપણે ધર્મના અનુયાયી અને ધાર્મિકને એક જ ત્રાજળે તોલીએ છીએ. ધર્મનો અનુયાયી એ હોય છે, જે ધર્મને સારો માનીને ચાલે છે, કિન્તુ તેનું આચરણ કરવામાં સક્ષમ નથી હોતો. ધાર્મિક તે હોય છે, જે ધર્મના સિદ્ધાન્તોને સારા પણ માને છે અને તેનું આચરણ કરવામાં પણ સક્ષમ હોય છે. જૈન ધર્મના સઘળા અનુયાયી અપરિગ્રહી હશે, એવી કલ્પના અતિકલ્પના કહેવાશે.
લોકો ધર્મની પ્રભાવના કરનારી પ્રવૃત્તિઓમાં રસ લઈ શકે છે, ધર્મના આચ૨ણમાં તેટલો રસ નથી લઈ શકતા. તેઓ ધર્મની વ્યાવહારિક ભૂમિકા પર
8. મહાવી૨નું અર્થશાસ્ત્ર : ૧૨૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org