________________
થાય તો બંનેમાં ઘણું સારું સંતુલન બની શકે અને સ્થિતિ ઠીક થઈ શકે. એટલા માટે એ અપેક્ષા છે કે રાજતંત્ર અને ધર્મતંત્ર બંનેમાં યોગ હોવો જોઈએ, બંન્નેમાં સમન્વય હોવો જોઈએ. આજે મુશ્કેલી એ જ છે કે તે બન્નેમાં સમન્વય નથી. આર્થિક વ્યવસ્થા સુધારવાની ક્ષમતા રાજતંત્ર પાસે છે, પરંતુ આર્થિક વ્યવસ્થા સુધારવા છતાં પણ નૈતિકતાનો વિકાસ કરી શકે એવી ક્ષમતા તેની પાસે નથી. એ તંત્રમાં અર્હતા પણ નથી કે તેના દ્વારા નૈતિકતાનો વિકાસ થઈ શકે. ધર્મ-તંત્ર પાસે નૈતિકતાના વિકાસની ક્ષમતા છે, પરંતુ આર્થિક વ્યવસ્થા સુધારવાની તેની પાસે શક્તિ નથી. એટલા માટે બંને અધૂરા છે. જે રાજતંત્ર વ્યવસ્થાને બદલી શકે છે, તેની પાસે દંડની શક્તિ છે. જે હૃદયને બદલી શકે છે, આત્માનુશાસન વિકસિત કરી શકે છે, તેની પાસે દંડની શક્તિ નથી. એટલા માટે નૈતિકતાનું કામ સર્વસામાન્ય થઈ શકે, એમ ન કહી શકાય અને દંડશક્તિનું કામ વિરોધ સાથે માન્ય હોવા છતાંપણ તે હૃદયને બદલી શકે, એવું પણ ન કહી શકાય. મને લાગે છે કે આ સમસ્યાનું સરળ સમાધાન એ હોઈ શકે કે રાજ્ય-શાસન અને ધર્મ-શાસન– બંનેમાં સમન્વય સાધી શકાય. સમન્વયની અપેક્ષા બંને અનુભવી શકે તો એક બાજુ આર્થિક વ્યવસ્થાને સુધારવાની પ્રક્રિયા ચાલે અને બીજી બાજુ આર્થિક વિકાસની સાથોસાથ આવનારી વિકૃતિઓ, અર્થના અભાવમાં આવના૨ી વિકૃતિઓ જે છે, તે વિકૃતિઓ તરફ લોકોનું ધ્યાન બરાબર આકર્ષિત કરવામાં આવે. જો આવો સમન્વય થાય તો સમસ્યાનું સમાધાન થાય છે, નહિતર આ પ્રશ્ન એવો ને એવો ઊભો રહેશે.
પ્રશ્ન– પરિગ્રહ પર સૌથી વધુ ભાર મૂકનારા જૈન લોકો ધનાઢ્ય કહેવાય છે. અપરિગ્રહમાંથી સંગ્રહનો ધર્મ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે ?
ઉત્તર – પ્રકાશમાંથી અંધકાર કેવી રીતે નીકળે છે. આ પ્રશ્ન જ્યારે સામે આવે છે તો પછી વિચારવા માટે કંઈ બાકી રહેતું નથી. પ્રકાશ અને અંધકારને કોઈ સમ્બન્ધ જ નથી. પરંતુ ક્યારેક-ક્યારેક ભ્રમ થઈ જાય છે અને આ ભ્રમને લીધે આ પ્રશ્ન પણ પૂછી લેવામાં આવે છે.
અપરિગ્રહમાંથી પરિગ્રહ ક્યારેય નથી નીકળતો. જૈન ધર્મ અપરિગ્રહપ્રધાન પણ છે, અહિંસાપ્રધાન પણ છે, અનેકાન્તપ્રધાન પણ છે, બધું જ છે, તે તો સિદ્ધાન્ત છે. અનેકાન્ત એક સિદ્ધાન્ત છે. અપરિગ્રહ એક સિદ્ધાન્ત છે. અહિંસા એક સિદ્ધાન્ત છે. સિદ્ધાન્ત હોવો એ એક બાબત છે, તેનું પાલન થવું એ બીજી બાબત છે.
સિદ્ધાન્ત પોતાની ઉચ્ચ ભૂમિકામાં પ્રતિષ્ઠિત હોય છે. ત્યાં સુધી પહોંચવા
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૨૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org