________________
પછી તફાવત શો રહ્યો ?’ સંન્યાએ કહ્યું, ‘કોઈ ખાસ તફાવત નથી રહ્યો. તફાવત બસ એટલો જ રહ્યો કે હું તમારા મહેલમાં રહ્યો અને મહેલ તમારા મનમાં રહ્યો.’
મગજમાંથી આ મહેલ કેવી રીતે નીકળે, તેના માટે સાધનાની પદ્ધતિ હતી. આવો અભ્યાસ કરીએ તો પરિવર્તન આવશે. આજે ફરીથી આ સચ્ચાઈની જરૂર છે. આ પ્રમાણે થવાથી આંતરિક પરિર્વતનની સાધના પ્રત્યે આકર્ષણ વધશે.
પ્રશ્ન સર્જન અને વિસર્જનના સંદર્ભમાં મહાવીર, ગાંધી, માર્ક્સ અને કેનિજના વિચાર શા છે ? વિસર્જનને કયા રૂપમાં લેવું જોઈએ ?
ઉત્તર – મહાવીરનું સમગ્ર ચિન્તન વિસર્જન ઉપર ચાલે છે. સંગ્રહની કોઈ પદ્ધતિ મહાવીર નથી બતાવતા. તેઓ વિસર્જનથી પોતાની વાત શરૂ કરે છે. સંગ્રહ તો માણસનો સ્વભાવ છે, આવશ્યકતા છે, વિવશતા છે, તે તો મનુષ્ય કરશે જ, પરંતુ સંગ્રહ પછી વિસર્જન કેવી રીતે કરવું, મહાવીર ત્યાંથી પોતાની વાત શરૂ કરે છે. ગાંધીજી આધ્યાત્મિકની સાથે રાજનીતિક વ્યક્તિત્વ પણ હતા. તે વિસર્જનની વાત કરે છે ટ્રસ્ટીશિપના રૂપમાં અને સર્જનની વાત કરે છે સર્વોદયી વ્યવસ્થાના રૂપમાં, તેમનાં આ બંને રૂપ છે. જે માર્ક્સનું ચિન્તન છે તે સંપૂર્ણ વિસર્જનનું છે. સંગ્રહ ત્યાં છે જ નહિ, બધી સંપત્તિ રાજ્યની છે. સંગ્રહની કોઈ વાત જ નથી. આ અર્થમાં મહાવીરજી સાથે તેમની સમાનતા દેખાય છે. કેનિજની દૃષ્ટિમાં વિસર્જનની કોઈ વાત નથી, કેવળ ...સંગ્રહ અને સંગ્રહ જ તેમનું સૂત્ર છે. સંગ્રહને એટલો વધારો જ્યાં કોઈ સીમા જ ન હોય,
આપણે વિસર્જનને સહયોગના રૂપમાં લઈએ. સંગ્રહ થાય, પછી તેના અનુપાતમાં વિસર્જન થાય.
પ્રશ્ન- આર્થિક વિકાસની યોજનાના અભાવમાં શું કોઈ નૈતિક આંદોલન આપણા દેશમાં સફળ થઈ શકે ખરું ?
ઉત્તર – જો કે નૈતિકતા શુક્ર આધ્યાત્મિક પ્રશ્ન છે છતાંપણ એને સામાજિક પરિસ્થિતિઓ, ખાર્થિક વ્યવસ્થાઓથી ક્યારેય અલગ ન કરી શકાય. જ્યાં આર્થિક વિકાસ થાય છે, ત્યાં અનૈતિકતા નથી હોતી, એવું નથી, છતાંપણ આર્થિક અભાવની સ્થિતિમાં અનૈતિકતાનો અવકાશ અધિક રહે છે, સંભાવનાઓ અધિક ૨હે છે. ગરીબ માણસ અધિક અનૈતિક હોઈ શકે છે. આપણે મૂળ કારણને બદલવા માગીએ છીએ. તેની સાથે સાથે નિમિત્તોને બદલવાની વાતને ગૌણ ન કરી શકીએ. બંને બાબતો સાથેસાથે ચાલે. આર્થિક વ્યવસ્થા સુધરે અને સાથોસાથ નૈતિક વિકાસ
ન
... મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૧૯ གས་འགག་ག་གས་
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org