________________
વિદ્યા સાથે આપણો કોઈ સંપર્ક નથી કારણ કે તે સમગ્ર વિદ્યા સંસ્કૃત, પ્રાકૃતમાં છે અને આજે એ ભાષાઓ ઉપક્ષિત છે. સમગ્ર શિક્ષણ મુખ્યત્વે અંગ્રેજી માધ્યમથી થાય છે. અંગ્રેજીના માધ્યમથી તો જે પાશ્ચાત્ય દેશોમાં થયું કે થઈ રહ્યું છે, તે જ ચિન્તન સામે આવશે. એટલા માટે પૂજ્ય ગુરુદેવ કહે છે કે શિક્ષણનું ભારતીયકરણ થવું જોઈએ. ભારતીય વિદ્યાઓનું પણ આજના શિક્ષણમાં ભારતીયકરણ થવું જોઈએ. ભારતીય વિદ્યાઓનો પણ આજના શિક્ષણમાં સમાવેશ થવો જોઈએ. સાંભળ્યું છે– ઇલાહાબાદ યુનિવર્સિટીમાં એક એવો ડિપાર્ટમેન્ટ બન્યો છે, જે પ્રાચીન ભારતીય વિજ્ઞાન પર સંશોધનો કરશે. આ સંદર્ભમાં કેટલુંક સાહિત્ય ત્યાંથી પ્રગટ થવાનું શરૂ થયું છે. ત્યાંના કેટલાક વિદ્વાનો અમને મળ્યા હતા અને તેમણે બતાવ્યું કે આવું કામ અમે ત્યાં કરી રહ્યા છીએ. આ સંદર્ભમાં તેઓ અમારો સહયોગ માગતા હતા. વાસ્તવમાં પ્રકંપનનો સિદ્ધાન્ત ભારતીય દર્શને હજારો વર્ષ પૂર્વ રજૂ કર્યો છે. જો આપણે ભારતના આત્મા સાથે જોડાઈએ તો આવા અનેક સત્યોનો સાક્ષાત્કાર થાય. વિજ્ઞાન જે કહી રહ્યું છે, તે સત્યને ભારતીય વૈજ્ઞાનિકો હજારો વર્ષ પહેલાં ઉદ્ઘાટિત કરી ચૂક્યા હતા. આપણે આપણી સંપત્તિને ઓળખીએ તો આ સંદર્ભમાં ઘણા સમૃદ્ધ બની શકીએ.
પ્રશ્ર– આચારશાસ્ત્રીય દષ્ટિએ સારા માણસનું પ્રારૂપ શું હોઈ શકે?
ઉત્તર – આચારશાસ્ત્રીય દષ્ટિથી સમાજવ્યવસ્થા, અર્થવ્યવસ્થા વગેરેના સંદર્ભમાં આપણે જોઈએ તો અણુવ્રતની આચાર-સંહિતા સામે આવે છે, તે સારા માણસનું એક પ્રારૂપ આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે.
પ્રશ્ન- ફાઈવ સ્ટાર હૉટલમાં રહેવાનું પસંદ કરનારી વ્યક્તિ આંતરિક પરિવર્તનની સાધના કરી શકશે?
ઉત્તર- આંતરિક પરિર્વતન પર આપણું ધ્યાન નથી ગયું એટલા માટે વ્યક્તિ ફાઈવ સ્ટાર હૉટલમાં રહેવા માગશે. જો સંન્યાસી છે અને તે આંતરિક પરિવર્તનની સાધના કરે છે તો તેનું જીવન, ભિન્ન પ્રકારનું હશે. તમે જોશો કે અમે લોકો જ્યાં બેસીએ છીએ, ત્યાં પંખો પણ નથી ચાલતો, એરકંડીશનરની વાત તો દૂર રહી. આંતરિક સંવેગોનું જ્યાં સુધી પરિવર્તન નહિ કરીએ, ત્યાં સુધી ફાઈવ સ્ટાર હૉટલ મનુષ્યના મગજમાં ઘૂમતી રહેશે. ખરેખર વ્યક્તિ ફાઈવ સ્ટાર હોટલમાં નથી રહેતી, તેના મગજમાં ફાઈવ સ્ટાર હૉટલ રહે છે.
રાજાએ સંન્યાસીને કહ્યું, ‘તમે પણ મહેલમાં રહ્યા અને હું પણ મહેલમાં રહ્યો
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
N
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૧૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org