________________
ઉત્તર- અમારું ચિન્તન છે– મારા ભૂખ્યો અને ગરીબ નહિ હોય તો વસ્તી નહિ વધે. ગરીબી સાથે જનસંખ્યાનો નિકટનો સમ્બન્ધ છે. ગરીબી જેટલી વધશે, જનસંખ્યા પણ તેટલી જ વધશે. જે દિવસે ભૂખ મટશે, પોષણ ઠીક મળશે, તે દિવસથી વસ્તીનો દર ઘટી જશે. કુપોષણ અને જનસંખ્યાની વૃદ્ધિને ઊંડો સંબધ છે. કોઈ પણ તેનું વિશ્લેષણ કરી શકે છે. ગરીબ માણસનાં જેટલાં સંતાન હોય છે, સામાન્ય માણસનાં તેટલાં નથી હોતાં.
પ્રન–છઠ્ઠો કાળખંડ ક્યારે આવશે? શું એ સમયે આવનારી સ્થિતિઓને ટાળી શકાશે?
ઉત્તર- છઠ્ઠા કાળખંડને આપવામાં હજુ હજારો વર્ષ બાકી છે. હોઈ શકે કે આ પ્રમાણે ઔદ્યોગીકરણ ચાલતું રહે, ઓઝોનની છત્રીનો છેદ વધતો જાય તો સંભવ છે કે હજારો વર્ષ પછી આવનારો કાળખડ પહેલાં જ આવી જાય.
આવનારી મુશ્કેલીઓને, કાળખંડને ટાળી શકાય, એ તો ઘણું કપરું, કામ છે. આજે પણ યથાર્થ ચિન્તન કરનારા લોકો ઘણા ઓછા છે અને સુખ-સુવિધા વિશે ચિંતન કરનારા ઘણા વધારે છે. અમે એવા લોકોને પણ સાંભળ્યા છે, જે કહે છે દારૂ પીતાં-પીતાં મરી જઈએ તો ચિત્તાની શી વાત છે. છેવટે એક દિવસે તો મરવાનું છે ! આજના માણસની મનોવૃત્તિ જ કંઈક આવી થઈ ગઈ છે. આ સ્થિતિમાં ભવિષ્યવાણી કરી શકાય?
પ્રશ્ન– મસ્તિષ્કીય પરિવર્તન માટે શું કરવું જોઈએ? તેનો સર્વોત્તમ ઉપાય શો છે?
ઉત્તર- જો મસ્તિષ્કીય પ્રશિક્ષણની પદ્ધતિ શિક્ષણ સાથે જોડાય તો વ્યાપક પરિવર્તનની સંભાવના કરી શકાય. અંદરથી બદલવું હોય, મસ્તિષ્કનું પરિવર્તન કરવાનું હોય તો આ કામ શિક્ષણથી જ શરૂ કરવું પડશે.
પ્રશ્ન- પ્રકંપનનો શો સિદ્ધાન્ત છે? આ વિષયમાં જાણકારી ખૂબ ઓછી છે. શું આ વિજ્ઞાન ભારતીય દર્શનની ઉપજ છે?
ઉત્તર – પ્રકંપનનો આખો એક સિદ્ધાન્ત છે, પરંતુ જાણકારી એટલા માટે નથી કે આજનું વિજ્ઞાન સહજ ચારસો વર્ષ પુરાણું છે. ભારતના વિજ્ઞાનથી તમે પરિચિત નથી. સંપૂર્ણ વિજ્ઞાન પશ્ચિમ પાસેથી આવેલું છે. આજનું સમગ્ર શિક્ષણ પછી તે ટેકનોલોજીનું હોય કે સાયંસનું હોય, પશ્ચિમથી લીધેલું છે. પ્રાચીન ભારતીય
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આ
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૧૭
---
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org