________________
સુવિધાના નામ પર અનાવશ્યકને આવશ્યક ન બનાવો. હોઠ ૧૨ લિપસ્ટિક લગાવવી, પશુઓને મારીને તેની ખાલ અને વાળ પહેરવાં, ઓઢવાં–આ શા માટે આવશ્યક છે? ઘણી બધી અનાવશ્યક બાબતો છે, જેને આ જાહેરાતોની દુનિયાએ આવશ્યક બનાવી દીધી છે. આપણી વાસનાઓને પ્રોત્સાહિત કરી છે, આ કૃત્રિમ આવશ્યકતાઓએ. આપણે યથાર્થના આધારે ચાલીએ તો આપણા જીવનની જેટલી મૌલિક આવશ્યકતાઓ છે, તેને એક આવશ્યક સીમા સુધી તો સ્વીકારી લઈએ, બાકીનાનો અસ્વીકાર કરીએ તો તે વધુ હિતકર રહેશે. એક સમય હતો જ્યારે માણસ ખુલ્લા આંગણામાં રહેતો હતો. ખુલ્લી હવા, ખુલ્લો પ્રકાશ. આજે તે બધું કેટલું બદલાઈ ગયું છે. વીજળીનો પ્રકાશ, પંખાની હવા. પ્રકૃતિથી જાણે કે દૂર થઈ ગયા. આજે આ અનાવશ્યક ચીજો આવશ્યક જેવી બની ગઈ છે, પરંતુ ચિન્તન સ્વયં કરો કે એનાથી આપણને લાભ થયો છે કે નુકસાન ? સ્વાથ્ય તેનાથી સુધર્યું છે કે બગડ્યું છે ? બીમારીઓ આ સાધનોએ દૂર કરી કે વધારી? જો આપણે આ દષ્ટિથી વિચારીશું તો ખરેખર જીવનની કૃત્રિમ આવશ્યકતાઓથી મુક્તિની બાબત સમજમાં આવી જશે.
પ્રશ્ન- શું વિકેન્દ્રિત અર્થનીતિ માટે સત્તાનું વિકેન્દ્રીકરણ જરૂરી છે? સત્તા કેન્દ્રિત હોય અને અર્થવ્યવસ્થા વિકેન્દ્રિત-આ સંભવ છે?
ઉત્તર– વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા હશે તો શાસન પણ વિકેન્દ્રિત હશે, સમાજની વ્યવસ્થા પણ વિકેન્દ્રિત હશે. એ ક્યારેય ન હોઈ શકે કે સત્તા કેન્દ્રિત હોય અને અર્થવ્યવસ્થા વિકેન્દ્રિત થઈ જાય. સત્તા વિકેન્દ્રિત હોય અને અર્થવ્યવસ્થા કેન્દ્રિત હોય, એવું પણ સંભવ નથી. વિકેન્દ્રીકરણ થશે તો સત્તામાં, અર્થ વ્યવસ્થામાં, જીવનની પ્રણાલીમાં–બધામાં થશે. સમાજવ્યવસ્થા અને અર્થ વ્યવસ્થા- બંને સાથે-સાથે ચાલે છે. સત્તા-કેન્દ્રિત અર્થવ્યવસ્થા બની તો સામ્યવાદમાં અધિનાયકવાદ જન્મ્યો. જોકે સામ્યવાદનો સંકલ્પ હતો, સ્ટેટલેસ સોસાયટીનો. જ્યાં અર્થવ્યવસ્થા કેન્દ્રિત થાય છે ત્યાં અધિનાયકવાદની અનિવાર્યતા થઈ જાય છે. આ પ્રમાણિત થઈ ગયું છે એટલા માટે એ માનીને ચાલીએ કે સમાજ-વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા, બંને સાથે-સાથે બદલાશે. કેવળ એકને ન બદલી શકાય.
પ્રશ્ન – નવા અર્થશાસ્ત્રમાં જનસંખ્યા પર નિયંત્રણ કેવી રીતે થાય? તેનું પ્રાવધાન છે?
આ
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૧૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org