________________
આજના આ અર્ધસત્ય, અધૂરી અવધારણાએ ચરિત્રને ભ્રષ્ટ કર્યું છે, માનવીય મૂલ્યોનો હ્રાસ કર્યો છે અને એટલી અશાન્તિ આપી છે કે કાલ સુધી જે વિકાસની પરિભાષા કરતા હતા, આજે તેમનામાં પણ એક નવું ચિન્તન શરૂ થયું છે. માર્ક્સવાદી ચિંતકોમાં પણ વિકાસની આ અવધારણાને લીધે બે વિભાગ બની ગયા છે. એટલા માટે વિકાસના વિષયમાં નવા અભિગમથી વિચારવું પડશે. અર્થશાસ્ત્રીય અવધારણા ચારિત્રિક મૂલ્યોથી અનુભૂત અને અનુપ્રાણિત બને ત્યારે તેના વિકાસની સંભાવના કરી શકાય.
પ્રશ્ન- મહાવીરની અર્થનીતિનાં જે સૂત્રો છે, તે મૂડીવાદી તરફ વધુ ઝૂક્યાં છે કે સામ્યવાદ તરફ ?
ઉત્તર – મહાવીરનો દષ્ટિકોણ સાપેક્ષવાદી દષ્ટિકોણ છે. જો આપણે તેમના સિદ્ધાન્તોને વાંચીએ તો તેમને સોશિયાલિઝમની અપેક્ષાએ વિકેન્દ્રિત કહીએ તો વધુ ઠીક લાગશે. જેમ સામ્યવાદ અને મૂડીવાદ કેન્દ્રિત અર્થનીતિમાં છે, મહાવીરના મતમાં આ બંને નથી. બંનેથી આગળ ત્રીજી વિકેન્દ્રિત અર્થનીતિ પર મહાવીરના સૂત્રો વધુ ફલિત થાય છે.
પ્રશ્ન– એક બાજુ આપણે પ્રકૃતિની વાત કરીએ છીએ, કહેવાય છે– જીવ જીવનું જીવન છે, બીજી બાજુ આપણે અહિંસાની વાત કરીએ છીએ. આ વિરોધાભાસ શા માટે ?
ઉત્તર – આપણી મુશ્કેલી એ છે કે આપણે કોઈ વાતને સાપેક્ષ દષ્ટિથી નથી જોતા. જીવ જીવનું જીવન છે – આ સાપેક્ષ વાત છે. જીવ જીવનું જીવન છે, એ સમુદ્રમાં માછલી માટે લાગુ પડે છે. ત્યાં એક જીવ બીજા જીવનું ભોજન છે. આ નિયમ જંગલી જાનવરો, હિંસક પશુઓ પર લાગુ પડે છે, મનુષ્યો પર નહિ. મનુષ્યો માટે તો કહેવામાં આવ્યું છે- માસ્યન્યાય ન હોવો જોઈએ, મોટી માછલી નાની માછલીને ખાઈ જાય છે, આ માસ્યન્યાય છે. આ સિદ્ધાન્ત મનુષ્ય માટે નથી, તેમના માટે છે–જેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. મનુષ્યનું ગ્રંથિતંત્ર અને નાડીતંત્ર એટલું વિકસિત છે કે તે ઘણું મોટું પરિવર્તન કરી શકે છે. તેમના માટે આ નિયમ લાગુ નથી પડતો.
પ્રશ્ન – દેશ કાળની સ્થિતિઓ આજે બદલાઈ રહી છે. આવા સમયે કયો રસ્તો અપનાવવો? આવશ્યકતાની સીમા કઈ?
ઉત્તર- પંખો આવશ્યક બની શકે છે. તેમાં કોઈ ખાસ વાત નથી. પરંતુ
પણ
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૧૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org