________________
એક સમસ્યા આ છે– વર્તમાનમાં આકર્ષણ ઘણાં ઊભાં થઈ ગયાં છે અને અનેક ખોટી ધારણાઓ પણ પેદા થઈ છે. તેમાં સ્વતંત્રતાની મિથ્યા ધારણા મુખ્ય છે. ચાર ભાઈ છે, તેમાં ત્રણ કમજોર છે. પહેલાં ચિન્તન આ પ્રમાણે રહેતું- એક ભાઈ તે ત્રણે ભાઈઓને સાથે રાખીને ચાલતો હતો, તેમને સહારો આપતો હતો. આજે ચિન્તન આ થઈ ગયું છે કે આપણે તેની સાથે રહીને પાછળ શા માટે રહીએ? વિકાસ કરીએ, આગળ વધીએ. આપણે એની સાથે શી લેવા-દેવા છે ? આ સ્વાર્થવૃત્તિના વિકાસે પણ પરિવારોને તોડ્યાં છે. વર્તમાનનું એક અન્ય ચિન્તન પણ એના માટે ઉત્તરદાયી છે– સૌકોઈ સ્વતંત્ર રહેવા માગે છે. કોઈ કોઈના આધીન રહેવા કે પાછળ ચાલવા નથી માગતું. આ બધાં એવાં કારણે છે, જેનાથી વેરવિખેરની સ્થિતિ બને છે.
આ પ્રશ્ન – નૈતિકતા સારી છે. દરેક વ્યક્તિ નૈતિક બનવા ઇચ્છે છે, પરંતુ મોકો મળતાં અનૈતિક બની જાય છે, શા માટે ?
ઉત્તર – તમે આ વાતને સમજી લો કે નૈતિકતા સારી છે. માણસ નૈતિક બનવા માગે છે, ફકત આટલાથી તે નૈતિક નથી બની શકતો. તેના માટે સાધના અને અભ્યાસ જરૂરી છે. જીવનવિજ્ઞાન આ તો કહે છે કે સારી વાતો વાંચવાથી માણસ સારો નહિ બને. સારી વાતોનો અભ્યાસ કરવાથી માણસ સારો બનશે. કઈ વ્યક્તિ એવી છે જે સારું અને ખરાબ શું છે, તે નથી જાણતી ? પરંતુ તે સારું શીખવાનો અભ્યાસ નથી કરતો. તમે ફક્ત એક સૂત્રને યાદ કરી લો – સારી વાત વાંચવા-સાંભળવાથી માણસ સારો નથી બનતો. સારી વાતનો અભ્યાસ કરવાથી માણસ સારો બને છે.
પ્રશ્ન - વિકાસની વર્તમાન અવધારણાથી ચરિત્ર-વિકાસ નથી થઈ રહ્યો. શું એના માટે વિકાસનું વર્તમાન માનસ જવાબદાર છે? ચરિત્ર-વિકાસ માટે શું કરવું જોઈએ?
ઉત્તર - પ્રોડક્શન અને કંજંફશન - એ વિકાસના માપદંડ બની ગયા. તમે જાણતા જ હશો - જે રાષ્ટ્રોમાં વિકાસની આ અવધારણા બની, આજે ત્યાં આન્તર્ક શરૂ થઈ ગયાં છે. વિકાસની આ અવધારણા ઠીક નથી, એના પર ત્યાં પણ વાદવિવાદ શરૂ થયો છે. વિકાસની અવધારણાઓ બદલવી પડશે. વિકાસની અવધારણામાં ચરિત્રની અવધારણાને પણ જોડવી પડશે. પદાર્થ મળે અને તેની સાથે ચરિત્ર પણ વિકસિત થાય તો તે વિકાસની એક પૂર્ણ અવધારણા બનશે.
આ
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org