________________
જરૂરિયાતો પૂરી થઈ રહી છે કે નહિ. આ દિશામાં ન વિચારીને વિલાસ-સામગ્રીની આયાત કરવીએ શું અશ્રેષ્ઠતાનો પ્રવેશ નથી? તેને રોકવી અવશ્ય જોઈએ.
પ્રશ્ન- સામ્યવાદી શાસનમાં નિયંત્રણ હતું પણ અશાન્તિ નહોતી. જેવું ખુલ્લાપણું આવ્યું છે, સમસ્યાઓ ગંભીર બની રહી છે. આ સંદર્ભમાં આપ શું વિચારો છો?
ઉત્તર- સામ્યવાદી શાસનના સાત દશકાઓમાં એટલું નિયંત્રણ હતું કે માણસને એ વિચારવાની પણ સ્વતંત્રતા નહોતી કે હું શાન્તિમાં છું કે અશાન્તિમાં. માનવી ત્યારે યંત્રવત્ સાધન જેવો બનેલો હતો. હવે નિયંત્રણ દૂર થયું છે, કંઈક વિચારવાની, બોલવા અને લખવાની સ્વતંત્રતા મળી છે, ત્યારે તે પોતાની સમસ્યાઓ પર વિચાર કરી રહ્યો છે. આજે તે આભાસ મળે છે, કદાચ પ્રાથમિક આવશ્યકતાઓની જેટલી ઊણપ ત્યાં છે, તેટલી બીજે ક્યાંય નથી. વિમાન, તોપ અને પ્રક્ષેપાસ્ત્ર બનાવનારા, અંતરિક્ષમાં ઉપગ્રહ છોડનારા અને પ્રયોગશાળા સ્થાપિત કરનારા તે સામ્યવાદી દેશમાં ડબલરોટી માટે પણ લાંબી લાઈન લાગે છે. આ બધી વિપરીત ફલશ્રુતિ મળી. શસ્ત્રનિર્માણ અને અંતરિક્ષ યાનના નિર્માણ પાછળ તો અઢળક સંપત્તિ ખર્ચવામાં અપરિમિત રાશી ખર્ચ કરવામાં આવી અને પ્રાથમિક આવશ્યકતાઓ તરફ ધ્યાન જ ન આપ્યું. હવે આવરણ દૂર થવાથી બધું જ ચોખ્ખું દેખાવા લાગ્યું કે ત્યાં ન તો ક્યારેય શાન્તિ હતી કે ન અહિંસા હતી. તેની વાત હવે તેઓ કરવા લાગ્યા છે. આ શાન્તિની અને અહિંસાની વાત પ્રાથમિક આવશ્યકતાઓની પૂર્તિ થયા પછી જ સમજમાં આવે છે.
પ્રશ્ન–સંયુક્ત પરિવારની પરંપરા તૂટી રહી છે. પરિવાર વેર-વિખેર થઈ રહ્યાં છે. આનું મૂળ કારણ શું છે?
ઉત્તર- પરિવારનો મુખી જેટલો સહિષ્ણુ અને સંતુલિત હોવો જોઈએ તેટલો આજે નથી હોતો. આ પહેલી ખામી દેખાઈ રહી છે. પૂજ્ય ગુરુદેવે પરિવાર અથવા સમાજના મુખીયા માટે એક સૂત્ર આપ્યું હતું– સમતા, ક્ષમતા અને મમતાનું. આ ત્રણ બાબતો હશે તો પરિવાર વેર-વિખેર નહિ થાય. મુખીમાં સમતા હોવી જોઈએ, તેનો દષ્ટિકોણ સમાન હોય હોવો જોઈએ. ચાર પુત્ર હોય તો ચારેય પુત્રો પ્રત્યે સમાન દષ્ટિકોણ રાખવો. ક્ષમતા-સહિષ્ણુતા પણ હોવી જોઈએ. પરિવારમાં નિમ્ન રુચિ, નિમ્ન સ્વભાવના લોકો પણ હોય છે. જ્યાં સુધી શક્ય બની શકે, તેમની વાતોને સહન કરવી જોઈએ. સૌકોઈ તરફ મમતા- પોતાપણાનો ભાવ રહે. પરિવારને એક રાખવાનું આ ખૂબ મોટું સાધન છે.
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૧૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org