________________
પ્રશ્ન-સંગ્રહ અને પ્રભુત્વની માનસિકતામાં કેવી રીતે પરિવર્તન આવી
શકે?
ઉત્તર-વષ પુરાણી વાત છે. પૂજ્ય ગુરુદેવ ગંગાશહેરમાં બિરાજી રહ્યા હતા. શ્રી રાજીવ ગાંધી ત્યાં આવ્યા. ગુરુદેવે તેમને કહ્યું– ‘તમે ઈન્દિરાજીને મારો એક સંદેશ આપજો કે આજે કેવળ વ્યવસ્થા પરિવર્તનની વાત થઈ રહી છે અને તે પણ દંડશક્તિ દ્વારા. આ દંડશક્તિ એક સીમા સુધી આવશ્યક હોઈ શકે છે, પરંતુ જો હૃદય—પરિવર્તન ન થાય તો દંડશક્તિ દ્વારા કરવામાં આવી રહેલું આ વ્યવસ્થાનું પરિર્વતન કારગત નહિ નિવડે, સ્થાયી નહિ બને.
એક સીમા સુધી દંડશક્તિ અને તેની સાથે હૃદય-પરિવર્તનનું પ્રશિક્ષણ–બંને સાથોસાથ ચાલે, ત્યારે વ્યવસ્થામાં આમૂલ પરિવંતન થઈ શકશે, પ્રભુત્વની માનસિકતામાં પરિવર્તન આવશે.
પરિવર્તનનું સૂત્ર છે- વ્યવસ્થા પણ બદલો, વ્યક્તિનું હૃદય પણ બદલો. બંને સંયુક્ત રીતે ચાલે, ત્યારે પરિવર્તનની પરિકલ્પના સાકાર થઈ શકશે.
પ્રશ્ન- મનુષ્યનું કર્તવ્ય શ્રેષ્ઠતામાં પરિલક્ષિત થાય છે તો પછી શ્રેષ્ઠતાની પ્રગતિમાં અવરોધ શા માટે ? તેની સીમા શા માટે કરવામાં આવે?
ઉત્તર- શ્રેષ્ઠતાની પ્રગતિમાં કોઈ અવરોધ ઊભો ન કરવો જોઈએ અને તે વાંછનીય પણ નથી, પરંતુ શ્રેષ્ઠતાનું આવરણ પહેરીને અશ્રેષ્ઠતા આવે, તો એનો અવરોધ અવશ્ય કરવો જોઈએ. આજે ભય એ બાબતનો છે કે તે સાધન અને સામગ્રીઓ મનુષ્યની અંદર અશ્રેષ્ઠતા પેદા કરી રહી છે. તેનો અવરોધ કરવો જોઈએ.
કોઈ દેશે કેન્સર અથવા એબસની સફળ દવાનો આવિષ્કાર કર્યો. તેની આયાત ન થાય, તે ક્યારેય વાંછનીય ન હોઈ શકે. પ્રત્યેક વસ્તુનો વિવેકની સાથે સંયમ હોય છે. એમ ન થવું જોઈએ કે ગૌમાંસની પણ નિકાસ કરીએ ડૉલર અથવા કોઈ અન્ય આન્તરરાષ્ટ્રીય મુદ્રા માટે. આ યોગ્ય નથી. આજે એવું થઈ રહ્યું છે કે, કીમતી વસ્તુઓની તો વિકાસ થાય છે. જ્યાં પેદા થાય છે, ત્યાંના લોકોને તો તે જોવા પણ નથી મળતી, બીજા દેશોમાં મોકલી આપવામાં આવે છે અને આયાત થાય છે, વિલાસિતાની વસ્તુઓની. ખોરાકની જ સમસ્યાનો પણ જ્યાં ઉકેલ ન આવતો હોય, ત્યાં વિલાસિતાની વસ્તુઓની આયાત માત્ર મૂર્ખતા સિવાય બીજું કંઈ નથી. કોઇપણ સમજદાર શાસક અથવા દળ સર્વપ્રથમ એ જોશે કે રાષ્ટ્રની પ્રાથમિક
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૧૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org