________________
ગઈ. આવા સમયે પરિણામ બદલાઈ જશે. એક નાની વાર્તા છે–
બે ખેડૂત પોતાના ખેતર તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં સાધુ મળ્યા. તેમનું મસ્તક મૂડેલું હતું. એકે જોયું અને વિચાર્યું
मस्तक मुंड पाग सिर नाहीं । कड़प हुसी पर सिट्टा नाहीं ।
આનું માથું મુંડેલું છે. તેથી (જુવારનો) સાંઠો તો હશે, પણ તેંડું નહિ હોય. બીજા માણસે સાધુને જોયા. તેના મનમાં વિચાર જાગ્યો:
ओक देख नै हुयो खुशी, इणरे माथे जिसा सिट्टा हुसी.
તે ખુશ થઈ ગયો. આટલું મોટું માથું છે તો તેનાં કૂંડાં પણ બરાબર (ભરપૂર) જ હશે.
થયું પણ એમ જ ! એકના ખેતરમાં બાજરીનાં ખૂબ મોટાં મોટાં ડૂડાં થયાં, બીજા ખેતરના માલિકને માત્ર સાંઠાઓમાં જ સંતોષ માનવો પડ્યો. વૈજ્ઞાનિકોએ આ વિષય ઉપર મોટું સંશોધન કર્યું, અનેક પ્રયોગો કર્યા. એક છોડને ખૂબ પવિત્ર ભાવ દ્વારા સીંચવામાં આવ્યો અને બીજા છોડને અપવિત્ર ભાવ દ્વારા. પહેલો છોડ થોડા દિવસોમાં જ લહેરાઈ ઊઠ્યો જ્યારે બીજો છોડ મુરઝાઈને સુકાઈ ગયો. કર્મ પણ એક કારણ હોઈ શકે છે, પણ દરેક જગાએ એ જ કારણ હોય એવી વાત નથી. એમ વિચારવું એ પણ એકાંતિક વાત જ ગણાશે.
પ્રશ્ન– ભારત મોટો દેશ છે, છતાં પાકિસ્તાન જેવા નાના દેશથી શા માટે ડરે છે?
ઉત્તર– બંને એકબીજાથી ડરી રહ્યા છે. ભારતને એ ડર છે કે પાકિસ્તાન પોતાને આધુનિક શાસ્ત્રોથી સજ્જ કરી રહ્યું છે અને હમણાં ત્યાંના પૂર્વ પ્રધાનમંત્રીએ પરમાણુ હથિયાર હોવાની વાત પણ સ્વીકારી છે. ડર એ છે કે જ્યારે પણ તેનો ઉપયોગ થશે, ભારતની વિરુદ્ધ થશે. ઠીક આવો જ ડર પાકિસ્તાનને પણ છે. બંને દેશોમાં અત્યંત ગરીબી છે. શિક્ષણ, ચિકિત્સા, ખાદ્યાન્ન જેવી સમસ્યાઓ સામે બંને લડી રહ્યા છે. પરંતુ અવિશ્વાસ અને ડર બંનેને સુરક્ષા માટે ઘણો વ્યય કરાવી રહ્યા છે. જો અવિશ્વાસનાં વાદળાં વિખરાઈ જાય, સંદેહનું વાતાવરણ ન રહે તો ભય પણ વિલીન થઈ જાય.
પણ મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org