________________
૧૦.
જિજ્ઞાસા : સમાધાને
કે
પ્રશ્ન- મહાવીરે ઉત્પાદન વિષયમાં કેવા વિચાર આપ્યા છે?
ઉત્તર- મહાવીરે ઉત્પાદન વિષયમાં કોઈ વિચાર નથી આપ્યો, પરંતુ ઉત્પાદનની સમસ્યાના વિષયમાં વિચાર જરૂર આપ્યો છે. આજે ઉત્પાદનવૃદ્ધિ ગરીબી મિટાવવા માટે નથી, તે બજારભાવો સ્થિર કરવા માટે છે. જે વધુ ઉત્પાદન થાય છે તો તેને સમુદ્રમાં ફેંકી દેવામાં આવે છે જેથી બજાર સ્થિર રહે. ઉત્પાદનનું લક્ષ્ય ગરીબી મિટાવવાનું નથી, બજારને સ્થિર બનાવી રાખવાનું છે. જો ઉત્પાદનનું લક્ષ્ય ગરીબી મિટાવવાનું હોત તો લાખો ટન અનાજ સમુદ્રમાં ફેંકી દેવામાં ન આવત ! મહાવીરે કહ્યું છે- ક્રૂરતાપૂર્ણ કાર્ય ન કરો, માનવીય સંવેદનાને ગૌણ ન કરો. જો માનવીય સંવેદના રહેશે તો ગરીબી અને ભૂખમરાની સ્થિતિમાં હજારો-લાખો ટન ખાદ્ય-પદાર્થ નષ્ટ કરવામાં નહિ આવે.
પ્રશ્ન– બે માણસ સરખો જ શ્રમ કરે છે. છતાં એકને સારી ઉપજ થાય છે, બીજાને ફાંફાં પડી જાય છે. શું આ પૂર્વજન્મનાં કર્મોનું ફળ નથી?
ઉત્તર –તેમાં પૂર્વજન્મનાં કર્મોનું જ ફળ શા માટે માનીએ? વર્તમાનનું જ માની લો. કર્મનો સંબંધ નથી, એવું ન કહી શકાય. કોઈ ઘટનામાં હોઈ પણ શકે છે પરંતુ તેમાં એક કારણ પવિત્ર ભાવના પણ છે. એક માણસે સારા વિચારથી ખેતી કરી, પવિત્ર મનથી ખેતી કરી. બીજાએ શુદ્ધ મનથી ન કરી, ખરાબ કલ્પના આવી
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૧૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org