________________
સ્વર પ્રખર બન્યો. અનેક રાષ્ટ્ર તેનાથી પ્રભાવિત થયાં. મેટ્રો ઈકોનોમિક્સનો મૂળ ઉદ્દેશ છે – વિશાળ પાયા પર ઉદ્યોગ ચલાવવો, ઉત્પાદન કરવું. આ બધું મોટા પાયા પર કરો, જેનાથી આજની વધતી જતી જનસંખ્યાની ભૂખને મિટાવી શકાય. કોઈ નહિ કહે કે આ ઉદ્દેશ સાચો નથી. એ જ ઉદ્દેશ સામે રાખ્યો – ભૂખી અને પીડિત પ્રજાની પીડાને દૂર કરી શકાય, તેમને ખોરાક, મકાન, કપડાં મળી શકે, તેમની પ્રાથમિક જરૂરિયાતોની પૂર્તિ થઈ શકે. ઉદ્યોગોની જાળ બિછાવ્યા વિના આમ કરવું સંભવ નથી. ઈન્દ્રિય ચેતનાનું સ્તર
વર્તમાનમાં આ બે અર્થનીતિઓ પ્રત્યે વિશેષ આકર્ષણ રહ્યું છે. ગાંધીની અર્થનીતિ પ્રત્યે આટલું આકર્ષણ નથી અને બીજી કોઈ અર્થનીતિ પ્રત્યે પણ આટલું આકર્ષણ નથી. આજે આકર્ષણ છે કેવળ આ બે પ્રણાલીઓ પ્રત્યે અને તેમાં પણ તે રાષ્ટ્રીય નીતિ પ્રત્યે, જે મેટ્રો અર્થનીતિના આધારે ચાલી રહી છે. રાષ્ટ્ર પોતાનાં સંસાધનો એટલાં વધારે, જેનાથી બધું જ સંપન્ન બની જાય અને સાધનોનો પ્રચુરતમ ઉપયોગ થઈ શકે. તેના પ્રત્યે આકર્ષણ છે. વર્તમાન સમાજની ચેતના ઈન્દ્રિય સ્તરની ચેતના છે. ઈન્દ્રિય સ્તરની ચેતનાનું આર્થિક પ્રચુરતામાં આકર્ષણ થાય તે સ્વાભાવિક છે. એટલા માટે આ પ્રણાલીઓએ પ્રજાને, રાષ્ટ્રને ખૂબ આકર્ષિત કર્યો છે. અર્થ વ્યવસ્થામાં ત્રટિ છે.
પ્રશ્ન છે ફરી નવી અર્થવ્યવસ્થાની માગણી શા માટે? પ્રત્યેક માગણીની પાછળ કોઈ કારણ હોય છે. નિષ્યયોજન કોઈ માગણી ઊભી નથી થતી. તેનો પ્રશ્ન ઉત્તર સીધો છે. હિંસા ઘણી વધી છે, તનાવ વધ્યો છે, માનસિક અશાંતિ વધી છે અને વિશ્વ-શાન્તિ માટે પણ ભય વધ્યો છે. માણસ ભયના વાતાવરણમાં જ જીવી રહ્યો છે. વૈયક્તિક અને પારિવારિક જીવનમાં સમસ્યાઓ વધી છે. હત્યા, આત્મહત્યા, છૂટાછેડા વગેરે હવે સામાન્ય વાત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં માણસને વિચારવા માટે વિવશ થવું પડે છે -- ક્યાંક ને ક્યાંક આપણી આર્થિક નીતિમાં, અર્થવ્યવસ્થામાં કોઈ ત્રુટિ અવશ્ય છે. જેનાથી આ છોડ પાંગરી રધો છે. પાછા ફરીને જોવાનો મોકો મળ્યો છે. સ્વર ઊઠી રહ્યો છે - હવે એક અર્થવ્યવસ્થા લાગુ પડવી જોઈએ. હવે માટ્રો વડે પણ કામ નહિ ચાલે. એક ગ્લોબલ ઈકોનોમી અથવા જાગૃત અર્થવ્યવસથા હોવી જોઈએ. વૈશ્વિક અર્થનીતિ હોવી જોઈએ. જે
\
\ \ \ \ \ \ \ 1111111111111
S
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૮૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org