________________
પર્યાવરણની સમસ્યા સામે ન આવત તો ગ્લોબલ ઈકોનોમીની વાત પણ બહાર ન આવત. વિકસિત રાષ્ટ્રોએ સંસાધનો પર ઘણો કન્નો કર્યો છે. મોટા મોટા ઉદ્યોગો સ્થાપિત કર્યા છે અને એટલું પ્રદૂષણ ઊભું કર્યું છે કે પર્યાવરણ માટે ભય ઊભો થયો. છે. જંગલો કપાયાં અને જમીનનું અતિશય ધોવાણ થયું, પ્રકૃતિનું સમગ્ર સંતુલન જ અસંતુલિત થઈ ગયું. એ વાત ઉપર હવે ધ્યાન ગયું છે કે શક્તિશાળી રાષ્ટ્ર બીજાઓ માટે ઓછાં કલ્યાણકારી બની રહ્યાં છે, ખતરો વધારે બની રહ્યો છે. તેઓ શોષણ કરવામાં લાગી રહ્યાં છે. સહાયતા ઓછી કરે છે, શોષણ અધિક કરે છે. આર્થિક સામ્રાજ્ય ઊભું કરવાની અને તેને મજબૂત બનાવવાની સ્પર્ધા મંડાયેલી છે. ગુલામીની સ્થિતિ
પ્રાચીન યુગમાં યુદ્ધ દ્વારા સત્તાનો વિસ્તાર થતો હતો અને સામ્રાજ્યવાદી મનોવૃત્તિનું પોષણ થતું હતું. હવે તે વાત રહી નથી. આજે પ્રભુસત્તા તેની છે, જેનો બાર ઉપર અધિકાર છે. વિકસિત રાષ્ટ્રોમાં એ હોડ લાગી છે કે કોણ આખી દુનિયા પર પોતાનો એકાધિકાર જમાવી શકે છે. વિકસિત રાષ્ટ્રોની આ આંધળી દોડથી નાનાં અને અવિકસિત રાષ્ટ્ર ભયભીત છે. તેમનું શોષણ પણ થઈ રહ્યું છે અને તેમના અધિકારોનું સીમાકરણ પણ થઈ રહ્યું છે. વિકસિત રાષ્ટ્રોના અધિકારો વ્યાપક બની રહ્યા છે અને નાનાં રાષ્ટ્રોના અધિકાર સીમિત બની રહ્યા છે. તેઓ એક પ્રકારે સતત તેમના કબજામાં આવી રહ્યાં છે. સ્વતંત્રતાનું ભૌગોલિક અને રાજનૈતિક અપહરણ થયા વગર જ તેઓ ગુલામ બની રહ્યાં છે. સ્વાભાવિક વિચાર
આ સમગ્ર સમસ્યાના સંદર્ભમાં એ વિચાર – સ્વાભાવિક હતો કે કોઈ જાગતિક અર્થવ્યવસ્થા હોવી જોઈએ, જેનાથી શક્તિશાળી રાષ્ટ્ર નાનાં રાષ્ટ્રોનું શોષણ ન કરી શકે, તેમની સ્વતંત્રતાને છીનવી ન શકે, તેમના પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત ન કરી શકે અને પર્યાવરણને પ્રદૂષિત પણ ન કરે. આ સમસ્યાએ એક નવો પ્રશ્ન ઉપસ્થિત કરી દીધો. આજનો માણસ વિચારવા માટે વિવશ છે. પશ્ચિમના અનેક વિચારકો આ વિષયમાં ઘણું ચિંતન કરી રહ્યા છે. ટુ હેવ અને ટુ બી'ના લેખકે આ વિષયમાં ઘણું ચિંતન કર્યું છે. “થર્ડવેવ ધ ન્યૂ ઓનર્સ”, “અર્થ ઈન બેલેંસ વગેરે વગેરેના લેખક એ વાતથી ચિન્તિત છે કે જો જાગતિક અર્થનીતિનો વિકાસ કરવામાં નહિ આવે તો ભવિષ્યની ભયાનક સ્થિતિની કલ્પના પણ નહિ કરી શકાય. સામ્યવાદી અર્થવ્યવસ્થા ડગમગી ગઈ, મૂડીવાદી અર્થવ્યવસ્થા ડગમગવાની
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૮૯
-
-
-
-
-
-
-
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org