________________
સ્થિતિમાં છે. કેનિજે જે વાત કહી, તે સારી લાગી પણ તેમાં એ તથ્ય પર વિચાર ન ક૨વામાં આવ્યો - સંસાધન તો સીમિત છે, તેનો અસીમ ઉપયોગ કેવી રીતે થશે ? કદાચ સંસાધન અસીમ હોત, કાચી સામગ્રી અસીમ હોત તો કદાચ ઉદ્યોગો મોટા પાયા પર ચાલી શક્યા હોત. સંસાધનોની સીમા છે, જેથી આ સંભવ નથી. આ જ કારણ છે કે મૂડીવાદી પણ હવે ડગમગી રહ્યા છે અને નવી અર્થવ્યવસ્થાની અપેક્ષા સામે આવી રહી છે. સમસ્યા એ છે આજે જો આપણે કેવળ ગ્રામ વ્યવસ્થા, ગ્રામોદ્યોગ જેવી પ્રણાલીઓ પર ચાલીએ, તો એ સંભવ નથી લાગતું. કેનિજે ઠીક જ કહ્યું હતું, ‘હવે એટલા આગળ વધી ગયા છીએ કે પાછા ફરવાનું શક્ય નથી.’ અને જેવી રીતે વસ્તી વધી રહી છે, તેમાં તો બિલકુલ સંભવ નથી લાગતું. આજે તો અનેકાન્તની દૃષ્ટિથી કંઈક સત્યાંશ મળી જાય, એ દિશામાં વિચારીએ અને એ જોઈએ - તેનો સમન્વય કેવી રીતે થાય ? આપણે કેવી રીતે એક મંચ ઉપર મહાવીર, ગાંધી, માર્ક્સ અને કેનિજને લાવી શકીએ ? એ દિશામાં નવો વિચાર અને નવું ચિંતન આવશ્યક લાગે છે. કેન્દ્રીકરણ: વિકેન્દ્રીકરણ
=
કેન્દ્રીકરણ આજની અર્થનીતિનો મુખ્ય આધાર છે. જો આપણે મહાવીર અને ગાંધીને તે મંચ પર લાવીએ તો એક સમન્વય કરવો પડશે કે કેન્દ્રીક૨ણની સાથેસાથે વિકેન્દ્રીકરણની વ્યવસ્થા પણ ચાલે.
કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ – બંનેનો યોગ થશે ત્યારે વાત બનશે. ફક્ત કેન્દ્રીકરણે બેરોજગારીમાં ઘણો ઉમેરો કર્યો છે, સમસ્યાઓ ઊભી કરી છે. કેન્દ્રીકરણની સાથે વિકેન્દ્રીકરણ પણ હોવું જોઈએ. જો એવું થાય તો તેમાં મહાવી૨ પણ ઊભા છે, ગાંધી પણ ઊભા છે. કેન્દ્રીકરણને પણ સમગ્રપણે મિટાવી શકાય નહિ. તેનો પણ એક સંતુલિત ઉપયોગ આવશ્યક છે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘની ભૂમિકા
આજે સંસાધનો ૫૨ નિયંત્રણ પોત-પોતાના રાષ્ટ્રનું છે. જો પેટ્રોલ અરબ દેશો પાસે છે તો તેના પર તેમનું નિયંત્રણ છે. જો ઘણી બધી ખનિજો અમેરિકામાં છે તો તેના પર તેમનું નિયંત્રણ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની આજ સુધીની જે ભૂમિકા રહી છે, તે કેવળ શાંતિ અને સામંજસ્ય રાખવાની ભૂમિકા રહી છે. જો સંયુક્ત રાષ્ટ્ર સંઘ જેવી સંસ્થાને જાગતિક અર્થનીતિની ભૂમિકા નિભાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે તો અને તે એ સ્થિતિમાં આવે કે અર્થનીતિનું નિર્ધારણ કરી શકે અને સંસાધનો ૫૨ નિયંત્રણ કરી શકે તો વર્તમાનની સમસ્યાનું કોઈ સમાધાન મળી શકે.
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૯૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org