________________
વૈશ્વિક અર્થનીતિનાં સૂત્ર
એરિક્સોને વર્તમાન વ્યવસ્થાને ઠીક કરવા માટે, તેમાં પરિવર્તન લાવવા માટે કેટલાંક સૂત્રો સૂચવ્યાં છે, જે વૈશ્વિક અર્થનીતિ માટે ઘણાં ઉપયોગી બની શકે છે. તેમનું એક સૂત્ર છે – ક્રોધ, લોભ, ધૃણા અને મોહને ઓછાં કરવામાં આવે. આ વાત આધ્યાત્મિક અને ઉપદેશાત્મક વાત જેવી લાગે છે પરંતુ તેટલી નાની વાત નથી. આમાં એક ઘણા મોટા સત્યનું ઉદ્ઘાટન છે. સંતુલિત અર્થવ્યવસ્થા આ આવેગોને સંતુલિત કર્યા વિના ક્યારેય શક્ય નહિ બને. લોભનો સંવેગ અથવા ઈમોશન પ્રબળ હશે. તો કોઈપણ અર્થવ્યવસ્થા સંતુલિત નહીં બની શકે, ચાહે ગમે તેટલી નીતિઓ નિર્ધારિત કરવામાં આવે. ધૃણા, હીન ભાવના વગેરેનો સંવેગ પ્રખર હશે તો કોઈપણ અર્થનીતિ કારગત નહિ નિવડી શકે. સંવેગની સમસ્યા
ભગવાન મહાવીરે જે સત્યોનું પ્રતિપાદન કર્યું, તેમાંનું એક સત્ય એ છે કે જે સમયે મનુષ્ય જાતિમાં ક્રોધ, અહંકાર, માયા, છળ અને લોભ – એ બધું શાન્ત થાય છે તે વખતે સમાજવ્યવસ્થા સારી ચાલે છે, અર્થવ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થા સારી રીતે ચાલે છે. જ્યારે તે સંવેગ પ્રબળ બને છે ત્યારે બધી વ્યવસ્થાઓ વેરવિખેર થઈ જાય છે. એક વ્યક્તિ-જેના હાથમાં સત્તા છે, તેનો સંવેગ પ્રબળ બની જાય તો દરેક હિટલર બની શકે છે, સ્ટાલિન બની શકે છે અને પોતાના સામ્રાજ્યવિસ્તાર માટે ભયંકરમાં ભયંકર સંહારક શસ્ત્રોનો પ્રયોગ કરી શકે છે. એટલા માટે જે આપણે સંતુલિત અર્થવ્યવસ્થા અને જાગતિક અર્થવ્યવસ્થાની વાત કરીએ તો આપણે બંને પાસાં તરફ ચાલવું પડશે – બહારથી વ્યવસ્થાનું સમીકરણ અને ભીતરથી સંવેગોનું સમીકરણ અથવા સંતુલન. આપણે કેવળ બાહ્ય વ્યવસ્થાને ઠીક કરવા માગીએ અને આપણા આંતરિક સંવેગ પ્રબળ રહે તો એ ક્યારેય શક્ય નથી. આજે એક વ્યવસ્થા બનશે, પાંચ-દસ વર્ષ પછી કોઈ શક્તિશાળી વ્યક્તિ આવશે તો તેને ધ્વસ્ત કરી નાખશે. અંદરથી પણ પરિવર્તન લાવો
માર્ક્સ અને કેનિજે અર્થવ્યવસ્થાનાં જે પરિવર્તન પર ધ્યાન આપ્યું છે, તે કેવળ સંસાધન, ઉત્પાદન અને વિનિમયની વ્યવસ્થા હતી. વ્યક્તિને બદલવાની વ્યવસ્થા પર ધ્યાન નથી આપ્યું એટલા માટે માર્ક્સની વ્યવસ્થાનું પરિણામ એ આવ્યું કે અધિનાયકવાદી વ્યવસ્થાએ સમગ્ર વ્યવસ્થાને ધ્વસ્ત કરી દીધી. કેનિસની
-
-
-
-
-
-
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૯૧
11
1:311311
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org