________________
વ્યવસ્થાનું પરિણામ એ આવી રહ્યું છે કે ઉત્પાદન શાન્તિ માટે, ભૂખ મિટાવવા માટે ઓછું થઈ રહ્યું છે, સંહાર માટે વધુ થઈ રહ્યું છે. જો સંહારમાં આટલી શક્તિ ન લાગતી તો આજે ગરીબી અને બેરોજગારીની સમસ્યા જટિલ ન રહેતી. પરંતુ એ કેવી રીતે સંભવ છે ? જ્યારે મનુષ્યની અંદર ભય અને લોભનો સંગ છે, પ્રભુત્વના વિસ્તાર અને ધૃણાનો સંવેગ છે, પોતાને ઊંચા અને બીજાને હન માનવાનો સંવેગ છે, ત્યારે તે ભૂખ મિટાવવાની ચિન્તા શા માટે કરશે? તેની ચિન્તા હશે શક્તિના નિર્માણની. જ્યાં શક્તિનું નિર્માણ હશે ત્યાં શસ્ત્રનિર્માણ એક અનિવાર્ય શરત છે. ભયંકર ભૂલ
જે આપણે નવી અર્થવ્યવસ્થાના વિષયમાં વિચારીએ તો એ ભૂલનો પરિષ્કાર કરીએ, જે અતીતમાં આપણાથી થતી રહી છે અને તે છે પદાર્થવ્યવસ્થા અને બાહ્ય વ્યવસ્થા પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવું. આન્તરિક વ્યવસ્થા પર આપણે ક્યારેય ધ્યાન જ નથી ગયું. માણસ અંદરથી નહિ બદલાય તો ફક્ત વ્યવસ્થા બદલાવાથી શું થશે? વ્યક્તિ ગમે તેટલી સારી મોટર કે કાર બનાવી લે, ડ્રાઈવર કુશળ નહીં હોય તો તે વિશ્વસનીય નથી, તેનાથી ભય ઊભો રહેશે.
આપણે જે દુનિયામાં જીવી રહ્યા છીએ, ત્યાં આપણી સમગ્ર પ્રવૃત્તિ, સમગ્ર વ્યવહાર દ્વન્દ્રથી શરૂ થાય છે. જ્યાં ન્હાત્મક સ્થિતિ છે ત્યાં કોઈ એકલો કામ નહીં કરી શકે. ના એકલો અંદરનું કામ કરી શકે છે ના એકલો જ બહારનું કામ કરી શકે છે. આંતરિક સ્થિતિ પણ બદલો અને બાહ્ય સ્થિતિ પણ બદલો. વર્તમાનની અર્થવ્યવસ્થાને બદલવાની અને નવી અર્થવ્યવસ્થાના નિર્માણની આપણી કોઈ મનોવૃત્તિ હોય તો એ ભૂલને સુધારવી પડશે. મારી દષ્ટિમાં એ ભયંકર ભૂલ છે અને તેને સુધાર્યા વિના કંઈ પણ નહિ થાય. કેટલાક માપદંડ
નવી અર્થવ્યવસ્થાના પ્રવર્તન માટે આપણે કેટલાક પેરામીટર પણ સામે રાખવા પડશે. નવી અર્થવ્યવસ્થા તે છે, જે
વિશ્વશાન્તિ માટે જોખમ ન બને. I અપરાધમાં ઘટાડો લાવીએ. હિંસાને પ્રોત્સાહન ન આપે. I પદાર્થમાં અત્રાણની અનુભૂતિ જગાવે.
-
-
-
-
-
-
-
-
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૯૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org