________________
પહેલી શરત
પહેલી શરત છે કે એવી અર્થવ્યવસ્થા હોય, જે વિશ્વશાન્તિ માટે જોખમરૂપ ન બને. એકલો જે પણ આગળ વધવા માગશે, તે વ્યક્તિ હોય, સમાજ અથવા રાષ્ટ્ર હોય, ખતરો ઊભો થશે. આ સંદર્ભમાં મહાવીરનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે.
जे लोयं अब्भाइक्खई से अत्ताणं अभाइकखई । जे अत्ताणं अभाइक्खई से लोयं अब्भाइक्खई ।।
જે લોકનો, જગતનો અસ્વીકાર કરે છે, તે પોતાના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે અને જે પોતાના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે, તે જગતના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે. મહાવીરે કહ્યું, “જગતના અસ્તિત્વનો અસ્વીકાર ન કરો અને પોતાના અસ્તિત્વનો પણ અસ્વીકાર ન કરો. પર્યાવરણનું એ સૌથી મોટું સૂત્ર છે. તમે એકલા નથી. તમે તમારા એકલા માટે કંઈક કરો તો વિચારો કે મારા આ કાર્યનો, મારા આ વ્યવહારનો સમગ્ર વિશ્વ ઉપર શો પ્રભાવ પડશે? પ્રશ્ન થઈ શકે છે - એક નાનો માણસ શું વિચારે? તેના કોઈ કાર્યનો દુનિયા પર શું પ્રભાવ પડશે? પરંતુ તે આપણી ભૂલ છે. ભિન્ન પણ, અભિન્ન પણ.
મહાવીરે અનેકાન્તની દષ્ટિથી કહ્યું – એક આંગળી હલે છે તો તેનાથી સમગ્ર વિશ્વ પ્રકંપિત થાય છે, આંગળીના પરમાણુઓથી જોડાયેલા તમામ પરમાણુ પ્રભાવિત થાય છે. આખી શ્રૃંખલા જોડાયેલી છે. જૈન આચાર્યોએ બતાવ્યું કે કપડાનો એક તાર અલગ કરો, તેમાંથી નીકળેલો એક પરમાણુ સમુદ્રમાં જઈને આખા સમુદ્રને પ્રકંપિત કરશે, તળાવમાં જઈને સમગ્ર તળાવને પ્રકંપિત કરશે. આપણે એકલા નથી. સમગ્ર સંસારથી જોડાયેલા છીએ. એટલા માટે અનેકાન્તનું સૂત્ર બન્યું - ન એકાન્તતઃ ભિન્ન અને ન એકાન્તતઃ અભિન્ન, પરંતુ ભિન્નભિન્ન. એક
વ્યક્તિ આ લોકથી સર્વથા ભિન્ન નથી અને સર્વથા અભિન્ન પણ નથી. આખા વિશ્વ સાથે આપણું અસ્તિત્વ જોડાયેલું છે, જેથી એક વ્યક્તિ સર્વથા અભિન્ન નથી. તે ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. જ્યારે તે અભિન્ન છે ત્યારે તેનો પ્રભાવ સમગ્ર વિશ્વ પર કેમ નહિ પડે ? એટલા માટે કહેવામાં આવ્યું કે જે લોકનું અભ્યાખ્યાન કરે છે, તે પોતાનું અભ્યાખ્યાન કરે છે અને જે પોતાનું અભ્યાખ્યાન કરે છે, તે આખા લોકનું અભ્યાખ્યાન કરે છે. વ્યક્તિ અને વિશ્વ
આ
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૯૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org