________________
આપણે વ્યક્તિ અને લોક - બંનેના સંદર્ભમાં ચિન્તન કરીએ. આપણું કોઈપણ ચિન્હન વિશ્વને છોડીને કેવળ વ્યક્તિના સંદર્ભમાં ન હોય અને વ્યક્તિને છોડીને કેવળ વિશ્વના સંદર્ભમાં ન હોય. વ્યક્તિ અને વિશ્વ બંનેના સંદર્ભમાં આપણું ચિન્તન, વિચાર અને નીતિનું નિર્ધારણ થાય. ગ્લોબલ ઈકોનોમીની નીતિનું નિર્ધા૨ણ કરીએ તો આપણે સૌથી પહેલાં આ વાતનું ધ્યાન રાખવું પડશે - આ અર્થનીતિ વિશ્વશાન્તિ માટે જોખમરૂપ ન બને, વ્યક્તિની શાન્તિને જોખમરૂપ ના બને. જે વ્યક્તિની શાંતિ મો જોખમ બનશે, તેને ખંડિત કરશે, તે વિશ્વની શાન્તિને ખંડિત કરશે, તે વ્યક્તિની શાન્તિને ખંડિત કરશે. વ્યક્તિ અને વિશ્વ - બંનેની શાન્તિ માટે ખતરો ન બને, તે નવી અર્થનીતિનું પહેલું પેરામીટર છે. હિંસાને પ્રોત્સાહન ન મળે.
M
બીજું પેરામીટર છે - અર્થનીતિ હિંસા અને હત્યાને પ્રોત્સાહન ન આપે. હિંસા જીવન સાથે જોડાયેલી છે. પ્રાચીન આચાર્યોએ કહ્યું – ‘જીવો જીવસ્ય જીવનમ્’ જીવ જીવનું જીવન છે. આ પણ સત્યાંશ છે. આને પણ સમગ્રતાથી ઘટિત ક૨વામાં આવે તો તે યોગ્ય નથી. પરંતુ તેમાં કોઈ મતભેદ નથી કે જીવન-નિર્વાહ માટે હિંસા અનિવાર્ય છે. હિંસાને બધી રીતે તો ન છોડી શકાય એટલા માટે મહાવીરે એક વિશેષણ જોડી દીધું. આવશ્યક હિંસા ન થાય, આક્રમક હિંસા ના થાય. તે અર્થનીતિ બને જે અનાવશ્યક આક્રમક હિંસાને પ્રોત્સાહન ન આપે. મનુષ્યની જ નહીં, પાણીની પણ અનાવશ્યક હિંસા ન થાય, તેનો પણ અપવ્યય ન થાય. વનસ્પતિ જગતની પણ અનાવશ્યક હિંસા ન થાય. નાનામાં નાના પ્રાણીની પણ અનાવશ્યક હિંસા ન થાય. આ ખૂબ જ અપેક્ષિત છે.
શ્રેષ્ઠ પણ, ખોટું પણ
આજે વિચારના ક્ષેત્રમાં એક ભ્રાન્તિ કામ કરી રહી છે. મહાભારતમાં
વેદવ્યાસે લખ્યું છે. ‘ન માનુષાત્ શ્રેષ્ઠતાં હિિિવત્ ।' મનુષ્યથી શ્રેષ્ઠ કોઈ નથી. મહાવીરે પણ કહ્યું છે - ‘માળુસસ વિઘ્નહે વહુ દુખહે ।' પરંતુ જ્યાં આ કહેવું ઠીક છે કે, મનુષ્યથી શ્રેષ્ઠ કોઈ નથી કે ત્યાં એ પણ કહી શકાય. મનુષ્ય કરતાં ખોટું પણ કોઈ નથી. બંનેને મેળવીશું તો પૂર્ણ સત્ય બનશે. મનુષ્યથી શ્રેષ્ઠ કોઈ નથી, એ કહેવાનો અર્થ હતો - વિકાસની દૃષ્ટિએ મનુષ્ય કરતાં શ્રેષ્ઠ કોઈ નથી. અમે પ્રેક્ષાધ્યાનના સંદર્ભમાં તેની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે – મનુષ્યનું નાડીતંત્ર, ગ્રંથિતન્ત્ર એટલું વિકસિત છે, તેનું રીજનિંગ માઈન્ડ એટલું સક્રિય છે, તેની વિવેક
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૯૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org